ITS 6H WOW નામની નામાંકિત એન.જી.ઓ. દ્વારા શનિવારે વર્લ્ડ સન્કન સીટી ડે નિમિત્તે યાત્રાધામ દ્વારકા ખાતે “શ્રીકૃષ્ણ જલા જપા દિક્ષા” ઈવેન્ટ યોજાઈ હતી. રાજ્ય પ્રવાસન વિભાગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી એન.જી.ઓ. દ્વારા દ્વારકાના સુદામા સેતુ ખાતે સવારે 9 વાગ્યાથી આયોજીત ઈવેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તેમજ ધારાસભ્ય પબુભા માણેક સાથે અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શનિવારે સવારે 10 વાગ્યે મહેમાનોના આગમન સાથે દિપ પ્રાગટય, મહેમાનોનું સ્વાગત, પ્રવચન તથા સન્માન કરવામાં આવ્યું. ત્યાર બાદ શ્રીકૃષ્ણ જલા જપા દિક્ષા તથા સ્કૂબા ડાઈવીંગ યોજાયું હતું. સુદામા સેતુ પરિસરમાં ૠષીપુત્રો દ્વારા શ્રી કૃષ્ણ સ્તોત્રમ પર હવન કરવામાં આવ્યું. શાસ્ત્રીય નૃત્યનો સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ સ્કુબા ડાઇવ કરનાફિફ સાતેય લોકોને ઈન્ડીયન બુક ઓફ રેકોર્ડઝ સર્ટિફીકેટ એનાયત કરી, સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઇવેન્ટના મુખ્ય એવા રવિન્દ્રનાથના જણાવ્યા અનુસાર સમુદ્ર અંદર ગરકાવ થઈ ગયેલી પૌરાણિક દ્વારકા વિશે સાંભળી ખૂબ જ રોમાંચીત થયો હતો, તેથી અહીં દ્વારકા આવી અને સમુદ્ર અંદર જઈ પાણીમાં ડુબી ગયેલ પૌરાણિક દ્વારકાના સાક્ષાત દર્શન કરી હું ભાવવિભોર થયો હતો. તેની સાથે પાણી અંદર માળા જપી રહ્યો હતો ત્યારે મને એવું પ્રતિત થતું હતું કે ભગવાન દ્વારકાધીશ જાણે મારી પાસે જ બેઠા હોય. રવિન્દ્રજીથે એમ પણ જણાવ્યું હતું કે દુનિયાભરમાં અત્યાર સુધીમાં કુલ 15 જેટલી નગરીઓ જે તે કારણોસર સમુદ્રમાં ગરકાવ થઇ થઈ છે. આ તમામ 15 શહેરોમાં યાત્રાધામ દ્વારકા સૌથી વધુ પ્રાચીન હોય, જ્યાં સિંધુ ખીણની સંસ્કૃતિ, મેસોપોટેમીયા સંસ્કૃતિ, ઈજિપ્ત સંસ્કૃતિ, ચીનની સંસ્કૃતિ, મિનોઆન સંસ્કૃતિ, ઓલ્મેક સંસ્કૃતિ અને નોર્ટેચિકો સંસ્કૃતિ દરમ્યાન અસ્તિત્વમાં આવી હોય, ભગવાન શ્રી કૃષ્ણએ જયાં શાસન કર્યુ હોવાનું હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં પૂરાવો હોવાથી પૌરાણિક દ્વારકાને પ્રાચીન વિશ્વની રાજધાની સમાન ગણાવતા આ સંસ્કૃતિના સંસ્મરણો દિર્ઘકાલીન નોંધ લેવાય તે હેતુ જય દ્વારકા મિશન ચલાવવામાં આવનાર છે.
આ સંસ્થા દ્વારા હૈદરાબાદ ખાતે 24 મી જૂને જય દ્વારકા અભિયાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ડૂબેલી દ્વારકાના બંધારણને સાચવવા તેમજ મહાભારતકાળના છુપાયેલા પુરાતત્ત્વીય પૂરાવાઓને ઉજાગર કરવા જરૂરી સરકારી મંજૂરીઓ મેળવાયા બાદ આ વિશ્ર્વધરોહરના પ્રાચીન કલાકૃતિઓના રહસ્યોને બહાર લાવવા તેમજ જાળવણી હેતુ પ્રયાસો હાથ ધરવાની નેમ હોવાનું રવિન્દ્રજીથે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટ્સની યાદીમાં પ્રાચીન દ્વારકાનો ઉલ્લેખ કરાયો છે. ત્યારે ITS 6H WOW સંસ્થા દ્વારા ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયને એક પ્રતિનિધિત્વ રજૂ કર્યુ હતું. જેમાં પ્રાચીન દ્વારકાનું નામ ભારતના રાષ્ટ્રીય હેરીટેજ સાઈટ્સમાં સામેલ કરવા અને નામના શિલાલેખ માટે અરજી કરવા માટે જરૂરી પગલા લેવા રજૂઆત કરવામાં આવી હતી.
દક્ષિણ ભારતીય સંસ્થાના જનરલ સેક્રેટરી રવિન્દ્રનાથના જણાવ્યાનુસાર સંસ્થા દ્વારા આ સાથે જય દ્વારકા મીશન ચલાવવામાં આવશે. જેમાં દુનિયાભરમાં ડૂબી ગયેલાં શહેરોમાં દ્વારકા નગરી સૌથી પ્રાચીન હોય જેના લીધે પ્રાચીન દ્વારકાના ઉત્ખનન, જાળવણી વિગેરેના સરકારના પ્રયાસોમાં સહભાગી બની પ્રોત્સાહિત કરવામાં આવનાર છે.
વિશ્વભરમાં ડૂબી ગયેલી 15 નગરીઓમાં ગુજરાતના દ્વારકા ઉપરાંત જમૈકાનું પોર્ટ રોયલ, ગૌતેમાલાનું સામાબાજ, બોલિવિયાનું વાનાકુ, યુનાઈટેડ કિંગડમનું ડનવીચ, ઈટાલીનું બાલાઈ, ટયુનિશિયાનું નેપોલીસ, ગ્રીસનું હેલીક તથા પાવલોપેટ્રી, હેરાકલોઈન અને એલેકઝાન્ડ્રાનું કનોપસ – થોનીસ, યમનું એટલીટ, રશિયાનું ફાનાગોઈયા, ભારતનું મહાબલીપુરમ, ચાઈનાનું કયુનાડેવ લેક તથા જાપાનના યોનાગુની સમાવિષ્ટ છે. આ તમામ 15 શહેરોમાં સૌથી પ્રાચીન દ્વારકાને માનવામાં આવે છે.