Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરઆજે શાંતિનાથ ભગવાનનો જન્મ કલ્યાણક

આજે શાંતિનાથ ભગવાનનો જન્મ કલ્યાણક

જામનગર શહેરની મધ્ય આવેલ લાલ બંગલા પાસે પોપટલાલ ધારશી જૈન બોર્ડિંગ દેરાસરમાં બિરાજમાન મુળનાયક શાંતિનાથજી દાદાનો આજે જન્મ કલ્યાણક છે. ભગવાનના જન્મ કલ્યાણકની ઉજવણી નિમિત્તે સવારે 6 વાગ્યે પ્રભાતિયા, 6:30 કલાકે ભક્તામર, 8 કલાકે નવરાશીનો લાભ ચંદ્રકાંતભાઇ પ્રાણજીવન કોઠારી, જયેન્દ્રભાઇ પ્રાણજીવન કોઠારી તથા કનકભાઇ પ્રાણજીવન કોઠારી પરિવારે લીધો હતો. ત્યારબાદ સવારે 9:30 કલાકે પંચકલ્યાણક પૂજા (બહેનોના મંડળે ભણાવેલ), 12 કલાકે સ્વામિ વાત્સલ્ય જમણવાર, બપોરે 4 કલાકે શાંતિનાથ ભગવાનના જાપ યોજાયેલ હતાં ઉપરાંત સાંજે 6 વાગ્યા બાદ ભગવાનને આંગી કરવામાં આવશે. રાત્રે 8:30 કલાકે ભાવના જામનગરના સંગીતકાર મહેકભાઇ કિરીટભાઇ શેઠ ભણાવશે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular