આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે કે, શ્રાવણી અમાસ હોય છોટી કાશીમાં શહેરીજનોએ પિપળે પાણી રેડી પિતૃતર્પણ કર્યુ હતું. શ્રાવણ માસનો અંતિમ દિવસ અને સોમવારની સાથે અમાસ પણ હોય શિવભકતોએ શિવજીના દર્શન પણ કર્યા હતાં.
શ્રાવણી અમાસના પિતૃતર્પણનું અનેરૂ મહત્વ હોય શહેરમાં વિવિધ શિવાલયો સહિતના સ્થળોએ શહેરીજનોએ પીપળે પાણી રેડી પિૃતતર્પણ કર્યુ હતું. વહેલીસવારથી જ પિતૃતર્પણ માટે લોકોની ભીડ ઉમટી હતી.