વાળની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. તેની અવગણી શકાય નહીં. ત્યારે વાળની સંભાળને લગતો એક સામાન્ય પ્રશ્ન જે દરેકને થતો હોય છે જેમ કે રાત્રે વાળ ખુલ્લા રાખીને સુવુ કે બાંધીને સુવુ તો ચાલો જાણીએ…

વાળની સંભાળ દરેક માટે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને રાત્રે સુતી વખતે વાળની સુંદરતા જાળવી રાખવા માટે સુતી વખતે વાળ કેવી રીતે રાખવા તે સમજવું જરૂરી છે. કેટલાંક લોકો સુતી વખતે વાળ બાંધે છે. જ્યારે કેટલાંક ખુલ્લા રાખી મુકે છે. ત્યારે ચાલો જાણીએ કોણે શું કરવું જોઇએ.??
જો તમે વાળ ખુલ્લા રાખીને સુઇ જાઓ છો તો તે તમારા વાળ માટે ફાયદાકારક અને નુકસાનકારક બંને હોઇ શકે છે.ખાસ કરીને જો તમારા વાળ લાંબા અને પાતળા હોય તો સુતી વખતે તો ગુંચવાઇ શકે છે. અને તુટવાની શકયતા વધી જાય છે. જો વાળ ટૂંકા હોય તો બહુ અસર થતી નથી. ખાળ ખુલ્લા રાખવાથી માથામાં રકત પરિભ્રમણ સુધરે છે. જે વાળને મુળને પોષણ પુરૂ પાડે છે અને મજબુત બનાવે છે.
જો તમારા વાળ જાડા, લાંબા અને મજબુત છે તો સુતી વખતે હળવા હાથે બાંધીને રાખવા ફાયદકારક છે. જેથી ગુંચ ઓછી થશે અને વાળ તૂટવાનું ઓછું થશે. જો તમે વાળ ખુલ્લા રાખીને સુવો છો તો કોટનના બદલે રેશમનું ઓશીકુ વાપરો જેથી વાળ તુટશે નહીં જો તમે વાળ બાંધીને સુવો છો તો ટાઈટ હેર બેન્ડનો ઉપયોગ ન કરો. તેનાથી માથાનો દુ:ખાવો થઈ શકે છે.