Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરવાગ્દતાના મોતના આઘાતમાં મંગેતરે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

વાગ્દતાના મોતના આઘાતમાં મંગેતરે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

દિવાળીના સપરમા તહેવારમાં મંગેતરના ઘરે વાગ્દતાનું વીજશોકથી મોત : વાગ્દતાના મૃત્યુના ત્રણ કલાક બાદ મંગેતરની ગળેફાંસો ખાઇ આત્મહત્યા: બન્ને પરિવારમાં તહેવાર માતમમાં ફેરવાયો : પોલીસ દ્વારા મૃતદેહોનો કબ્જો સંભાળી તપાસ

- Advertisement -

જામનગર તાલુકાના હાપામાં યોગેશ્ર્વરધામ સોસાયટીમાં રહેતી યુવતી બાથરૂમમાં ન્હાવા જતાં પાણી ગરમ કરતા સમયે હિટરમાંથી વીજશોક લાગતા મોત નિપજ્યું હતું. આ બનાવના ત્રણ કલાક પછી મૃતક યુવતીના મંગેતર યુવાને તેના ઘરે વાગ્દતાના આઘાતમાં ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવતા અરેરાટી ફેલાઈ ગઈ હતી.

- Advertisement -

‘સાથ જીયેંગે સાથ મરેંગે’ ગીતના શબ્દોની જેમ જામનગરના હાપા વિસ્તારમાં બનેલી ઘટનાથી અરેરાટી ફેલાઈ ગઈ હતી. જેમાં નવા વર્ષના દિવસે જ પહેલીસવારના સમયે યોગેશ્ર્વરધામ સોસાયટી શેરી નં.3 માં રહેતાં ગાંડાલાલ રાઠોડના પુત્ર વિક્રમ રાઠોડનું સગપણ હર્ષિતાબેન પરષોતમભાઈ ઠાકોર (ઉ.વ.28) (રહે. હળવદ, જિ.મોરબી) સાથે થયું હતું દરમિયાન દિવાળીના સપરમાં તહેવારમાં અક્ષયની વાગ્દતા હર્ષિતાબેન જામનગર તેના ભાવિ સાસરે રોકાવા આવી હતી. તે દરમિયાન વહેલીસવારના સાત વાગ્યે બાથરૂમમાં ન્હાવા ગઈ હતી ત્યારે પાણી ગરમ કરવાના હીટરમાં વીજશોક લાગતા બેશુદ્ધ હાલતમાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં હર્ષિતાબેનનું મોત નિપજ્યા તહેવાર માતમના બદલી ગયો હતો. બનાવ અંગે મૃતકના પિતા પરષોતમ દ્વારા જાણ કરાતા હેકો જે.ડી. મેઘનાથી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

વાગ્દતાના અકસ્માતથી થયેલા મોતના આઘાતમાં મંગેતર વિક્રમ ગાંડાલાલ રાઠોડ (ઉ.વ.30) નામના યુવાને હર્ષિતાના મૃત્યુના ત્રણ કલાક પછી તેના ઘરે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી પોતાના હાથે પંખામાં ચાદર બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના ભાઈ અક્ષય દ્વારા જાણ કરાતા હેકો સી ડી જાટીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular