દુબઇથી એક હજાર ટન જનરલ કાર્ગો લોડિંગ કરીને યમન માલ પરિવહન કરવા જતી વેળાએ પોરબંદરના અમૃત જહાજે ઓમાનના દરિયામાં રાત્રે 11 વાગ્યાની આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવતા જળ સમાધિ લીધી હતી. જો કે તેમાં માંડવી, સલાયાના 7 મળી કુલ 9 ક્રુ-મેમ્બરોનો આબાદ બચાવ થયો છે.
જહાજ દુબઇથી 30મી મેના રોજ યમનના અશગીર બંદરે જવા નીકળ્યું હતું. 2 જૂનના ઓમાન પહોંચ્યું ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવતા જહાજ અચાનક જ ડૂબવા લાગ્યું હતું. આ ઘટના વેળાએ ક્રૂ-મેમ્બરોના જીવ પડીકે બંધાઇ ગયા હતા. જહાજ ડૂબવા લાગતા જ માંડવી-સલાયાના ક્રૂ-મેમ્બરો સહિત 9 લોકો જીવના જોખમે ટપોટપ દરિયામાં કૂદી પડ્યા હતા. ત્યારે આ ખલાસીઓની વ્હારે દુબઇ આરબનું જહાજ મદદે આવી ગયું હતું.
મળતી માહિતી પ્રમાણે માંડવીના બે યુવાનો અને તેમના પિતા પણ આ જહાજમાં હતા. જો કે બધા હેમખેમ પરત ફરતા રાહતનો શ્ર્વાસ લીધો હતો. સમુદ્રી આફતમાં માંડવી અને સલાયાના ક્રૂ-મેમ્બરોનો આબાદ બચાવ થયો હતો.
ઓમાન નજીક પોરબંદરના જહાજની જળસમાધિ
દરિયામાં કુદી પડેલા ખલાસીઓનું શું થયું ? જાણો…