ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે આજે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતની દિગ્ગજ મહિલા બોક્સર મેરીકોમનો પરાજય થયો છે. મેરી કોમ રાઉન્ડ ઓફ-16ના મુકાબલામાં કોલંબિયાની બોક્સર ઇન્ગ્રિટ લોરેના વલેંસિયા સામે 3-2થી હારી ગઈ છે. અને આ સાથે જ તેણીની ઓલિમ્પિકની સફર સમાપ્ત થઇ છે.
કોલંબિયાની બોક્સર ઇન્ગ્રિટ લોરેના વલેંસિયાને જયારે વિજેતા ઘોષિત કરવામાં આવી ત્યારે મેરીકોમની આંખોમાં ઝળહળીયા હતા અને ચહેરા પર હળવી મુસ્કાન હતી. નોંધનીય છે કે મેરીકોમે 2019 વિશ્વ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઈનલમાં વલેંસિયાને હરાવી હતી. ત્યારે આજે પ્રથમ વખર તેણી મેરીકોમ સામે જીતી ગઈ છે. આ સાથે જ કોલંબિયાએ પણ ઓલિમ્પિકનો પ્રથમ મેડલ પોતાના નામે કર્યો છે.