Friday, January 16, 2026
Homeમનોરંજનઅશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ

અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બીઝનેસમેન રાજ કુન્દ્રાની ગતરાત્રીના રોજ મુંબઈ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. તેના પર અશ્લીલ ફિલ્મ બનાવવાનો આરોપ છે. આ ફિલ્મો બનાવવાની સાથે તેણે અમુક એપ્લીકેશન પર ફિલ્મ અપલોડ પણ કરી હતી.

- Advertisement -

ક્રાઈમ બ્રાંચે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરતા જણાવ્યું છે કે ફેબ્રુઆરી 2021માં  મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં અશ્લીલ ફિલ્મો બનાવીને તેને પ્રસારીત કરવાની ફરિયાદ નોંધાઈ હતી. અશ્લીલ ફિલ્મના શૂટિંગના સંદર્ભમાં ક્રાઈમ બ્રાંચે આ વર્ષે ફેબ્રુઆરીમાં કેસ નોંધ્યો હતો અને આ મામલે તપાસ કરી રહી હતી. મુંબઇ ક્રાઈમ બ્રાંચે કહ્યું છે કે રાજ કુન્દ્રા આ સમગ્ર મામલાનો માસ્ટર માઇન્ડ હતો.

યુકેમાં નોંધાયેલ કેનરીન નામની કંપની, ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલ ફિલ્મો પ્રકાશિત કરતી હતી.આ કંપની રાજ કુન્દ્રા દ્વારા બનાવવામાં આવી હતી અને સાયબર લો થી બચવા માટે વિદેશમાં નોંધણી કરાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ કુન્દ્રાના પરિવારના લોકો આ કંપનીના ડિરેક્ટર હતા. આ કંપની મુંબઇમાં અથવા ભારતના અન્ય સ્થળે શૂટ કરેલી અશ્લીલ વીડિયો અપલોડ કરતી હતી. વી ટ્રાન્સફર દ્વારા વિડિઓ અહીંથી મોકલવામાં આવી હતી.

- Advertisement -

બ્રિટનમાં જન્મેલો રાજ કુંદ્રા એક સફળ કારોબારી તરીકે ઓળખ ધરાવે છે. તે 10 કરતાં વધારે કંપનીનો માલિકી હક અથવા હિસ્સેદારી ધરાવે છે. આજે રાજ કુન્દ્રાને કોર્ટમાં રજુ કરવામાં આવશે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular