જામનગરના ચાંદીબજાર ખાતે આવેલ શેઠજી દેરાસરમાં આદેશ્વર ભગવાનના જન્મ કલ્યાણક અને દિક્ષા કલ્યાણક મહોત્સવની કોરોના ગાઇડલાઇનના અમલ સાથે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 24 તિર્થકરોમાના પ્રથમ તિર્થંકર આદેશ્વર ભગવાનના જન્મ કલ્યાણ તથા દિક્ષા કલ્યાણક નિમિત્તે જામનગરના 450થી પણ વધુ વર્ષ પૌરાણિક શેઠજી દેરાસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સવારે શરણાઇવાદન, સામુહિક ભક્તામર સ્ત્રોત, દાદાની ધ્વજારોહણવિધિ, સ્નાત્રપૂજા, આદિનાથ પંચકલ્યાણક પૂજા તથા રાત્રે 8:30 કલાકે ભાવના ભણાવવામાં આવી હતી. સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. આ તકે દેરાસરમાં સાચા ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ આંગી દર્શન યોજાયા હતાં. આ ધાર્મિક કાર્યક્રમોમાં જૈન સમાજના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી આદેશ્વર ભગવાનને પૂજા અર્ચના કરી જન્મકલ્યાણક અને દિક્ષા કલ્યાણકની ઉજવણી કરી હતી.