જામનગર શહેરમાં ચાલુ વર્ષે વેકેશન દરમિયાન જૈન સમુદાયના બાળકોએ શત્રુંજ્ય મહાતિર્થની 99 યાત્રા (પાલિતાણા) જામનગરના સમસ્ત જૈન સંઘોના બાળક-બાલિકાઓએ કર્યું છે.
હાલના આધુનિક મોબાઇલ, યૂ-ટયૂબ, વેબસાઇટના જમાનામાં બાળક-બાળકીઓએ તમામ વૈભવિ સુવિધાઓ છોડી 45 દિવસમાં પાલિતાણામાં શત્રુંજ્ય મહાતિર્થની 99 યાત્રા કરી પરત આવ્યા. આ યાત્રામાં 99 વખત શત્રુંજ્ય ડુંગરના 5000 પગથીયા ચડી ભગવાન આદેશ્ર્વરદાદાના દર્શન કરી, ઉપવાસ અથવા એકાસણા કર્યા હતાં. ભરઉનાળે આ બાળકોએ વગર ચંપલે આ જાત્રા કરી હતી. જામનગર શહેરના શેઠજી દેરાસર સંઘ દ્વારા દિક્ષા દાનેશ્ર્વરી પ.પૂ. આ. શ્રીમદ્ વિજય ગુણરત્નસુરિજી મ.સા.ના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પ.પૂ.આચાર્ય શ્રીમદ્ વિજય જિનેશરત્નસુરિજી મ.સા. આદિ થાણાની નિશ્રામાં આજે ચાંદીબજારમાં આવેલ ઇન્દુ મધુ મેડિકલ સેન્ટરથી સામૈયાનો પ્રારંભ થયો હતો. જેમાં જૈન સમાજના અગ્રણીઓ શેઠજી દેરાસર પેઢીના ટ્રસ્ટીઓ, જૈન ભાઇઓ-બહેનોએ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. ત્યાંથી ચાંદીબજાર ચોકના ચાર જિનાલયને પ્રદક્ષીણા આપીને પ.પૂ. ગુરુભવંતો જ્યોતિ વિનોદ જૈન ઉપાશ્રયમાં માંગલિક પ્રવચન ફરમાવ્યું હતું.
જે બાળકોનું સંઘ સન્માન કરવાનું તેમાં જામનગરના નંદિશ હિતેષભાઇ કોઠારી, નિવ નિશીતભાઇ મેતા, સિધ્ધ મલયભાઇ મેતા, ધન્ય વિરાગભાઇ વસા, ઋષભ સ્નેહલભાઇ તેલી, મોક્ષ પરિન મેતા, વરૂણ પારસભાઇ ગાંધી, ધૈર્ય જીગ્નેશભાઇ ભણશાલી, હિર મેહુલભાઇ શાહ, સાહિલ મેહુલભાઇ શેઠ, નિલ હેતલભાઇ સંઘવી, જૈનમ સમિરભાઇ વસા, દેવ દર્શિત પારેખ, કુશલ ચિરાગભાઇ પારેખ, દિપ પારસભાઇ પારેખ, રિધ્ધિ મિતુલભાઇ સંઘવી, ધ્રુવી ધવલભાઇ શેઠ, ધારા પારસભાઇ મેતા, જીયા વિમલભાઇ મેતા, ખુશી વિમલભાઇ મેતા, જીલ સમીરભાઇ વસા તથા જીયા સમીરભાઇ વસાનું બહુમાન કરવામાં આવ્યું હતું.