જામનગર શહેરમાં આજરોજ વિજયા દશમી પર્વની ઉજવણી કરાઇ રહી છે. જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વિજયા દશમી નિમિત્તે આજરોજ શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી નયના ગોરડીયા સહીતના અધિકારીઓ શાસ્ત્રોક્તવિધિ સાથે શસ્ત્રપૂજન કર્યું હતું.