જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા ઈવા પાર્કમાં એક માસ પૂર્વે યુવાન બિલ્ડર ઉપર ફાયરીંગ કરી હત્યા નિપજાવવાના પ્રયાસના બનાવમાં પોલીસે તરૂણ સહિત સાત શખ્સોને ઝડપી લઇ રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરતા ઉત્તરપ્રદેશના શાર્પશૂટરની સંડોવણી ખુલતા એલસીબીની ટીમે શાર્પશૂટરને ઝડપી લઇ જામનગર લઇ આવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, જાન્યુઆરી માસમાં ઈવા પાર્કમાં બિલ્ડર જયસુખભાઈ પેઢડિયા પર ફાયરીંગ કરીને કેટલાંક શખ્સો નાશી ગયા હતાં. આ પ્રકરણમાં પોલીસે સ્થાનિક એક સગીર સહિત સાત લોકોને પકડી પાડયા હતાં. તપાસમાં યુપીના પંકજકુમાર નામના એક શૂટરનું નામ ખુલ્યું હતું. જેની તપાસમાં એલસીબી પીઆઈ કે.જી. ચૌધરી તથા પીએસઆઈ બી.એમ. દેવમુરારી, આર.બી. ગોજિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, માંડણભાઈ વસરા, અશ્વિનભાઈ ગંધા, હરપાલસિંહ સોઢા, ફિરોજભાઈ દલ, હિરેનભાઈ વરણવા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદ પરમાર, યશપાલસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, દિલીપ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, હરદિપ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, ધાનાભાઈ મોરી, રઘુવીરસિંહ પરમાર, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી સહિતના સ્ટાફે યુપી જઈ તેને પકડી પાડી જામનગર લઇ આવવા કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં હજુ સાત શખ્સો પોલીસની પકડથી દૂર છે. આ બનાવ બાદ નોંધાયેલી ફરિયાદમાં ભૂમાફિયા જયેશ પટેલના ઈશારે કાવતરાને અંજામ આપવામાં આવ્યો હોવાનું ખૂલ્યું હતું.