જામનગર શહેરના વિસ્તારમાં માતા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ પુત્રની પોલીસે ધરપકડ કરી અદાલતમાં રજૂ કરતા જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો.
ફીટકારજનક બનેલી ઘટનાની વિગત મુજબ, જામનગર શહેરના સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન આવતા સ્લમ વિસ્તારમાં રહેતી વિધવા માતા બુધવારે રાત્રિના સમયે નિંદ્રાધિન હતી. તે દરમિયાન રાત્રિના નશામાં ધૂત અને ભાન ભુરેલા નરાધમ પુત્ર ઘરે આવ્યો હતો અને તેની માતા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. પુત્ર દ્વારા કરાયલા હિંચકારા કૃત્યથી માતા અવાચક બની ગઈ હતી. અને આ ઘટનાની જાણ બીજા દિવસે તેણીના મોટા પુત્રને કરી હતી. ત્યારબાદ મહિલાના ભાઈ તથા પરિવારજનોએ સાથે રહી પોલીસ સ્ટેશનમાં તેના જ પુત્ર વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ આર.પી. અંસારી તથા સ્ટાફે ગુનો દુષ્કર્મ આચરનાર નરાધમ પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો અને પૂછપરછ હાથ ધરતા કપાતર નશામાં હોવાથી કંઇ યાદ ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે દુષ્કર્મ આચરનાર કપાતર પુત્રને અદાલતમાં રજૂ કરતાં અદાલતે જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો.