Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં બે નરાધમો દ્વારા યુવતી ઉપર નિર્લજ્જ હુમલો

જામનગરમાં બે નરાધમો દ્વારા યુવતી ઉપર નિર્લજ્જ હુમલો

- Advertisement -

જામનગર શહેરના જૂના રેલવે સ્ટેશન પાસેના વેલનગરમાં રહેતી યુવતીની બે શખ્સોએ ધરાર સંબંધ રાખવા માટે કપડા ફાડી વાળ પકડી ઢસડીને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ડોકમાં વીખોડિયા ભરી અવાર-નવાર પીછો કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપી નિર્લજ્જ હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી નરાધમોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના જૂના રેલવે સ્ટેશન પાસેના વેલનગરમાં રહેતી યુવતી તેના વિસ્તારમાંથી પસાર થતી હોય ત્યારે ધિરજ ધનજી રાણીવરિયા અને મનોજ ધનજી રાણીવરિયા નામના બે ભાઈઓ દ્વારા અવાર-નવાર યુવતીનો પીછો કરી ધરાર સંબંધ રાખવા માટે યુવતીના કપડા ફાડવાનો પ્રયાસ કરતા યુવતીએ નાશી જવાની કોશિશ કરતા આ બન્ને નરાધમ શખ્સોએ યુવતીને અપશબ્દો બોલી વાળ પકડી પછાડી દઈ ઢીકાપાટુનો માર મારી ડોકમાં વિખોડિયા ભર્યા હતાં. બે ભાઈઓ દ્વારા અપાતા ત્રાસ અને નિર્લજજ હુમલાથી ત્રસ્ત યુવતીએ બનાવ અંગેની જાણ કરતા પીએસઆઈ આર.એ. વાઢેર તથા સ્ટાફે બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular