જામનગર શહેરના રણજીતસાગર રોડ પર ગોકુલદર્શન સોસાયટીમાં રહેતી મહિલા તેના ઘરમાં બહારથી અન્ય મહિલાઓને બોલાવી તીનપતિનો જૂગાર રમાતા સ્થળે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન સાત મહિલાઓને રૂા.68,200 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગરના મોટી ખાવડીમાંથી તીનપતિનો જૂગાર રમતા બે શખ્સોને મેઘપર પોલીસે રૂા. 16,470 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર કિર્તીપાન પાછળ આવેલા ગોકુલદર્શન સોસાયટીમાં રહેતી મહિલા તેના ઘરે બહારથી અન્ય મહિલાઓને બોલાવીને તીનપતિનો જૂગાર રમાડતા હોવાની એલસીબીના ક્રિપાલસિંહ જાડેજા, ધાના મોરી, કિશોરસિંહ પરમારને મળેલી સંયુકત બાતમીના આધારે પીઆઇ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન સંચાલિકા સહિત સાત મહિલાઓને રૂા.68,200 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં જાહેરમાં સ્ટ્રિટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા ધીરુ મનજી સોલંકી, જશરાજ ઉર્ફે છોટયો ઘેલા માતંગ નામના બે શખ્સોને મેઘપર પોલીસે રેઈડ દરમિયાન રૂા.16,470 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. પોલીસે બન્ને બનાવમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.