Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસરમત નજીક બંગલામાં દારૂની મહેફીલ માણતા સાત નબીરાઓ ઝડપાયા

સરમત નજીક બંગલામાં દારૂની મહેફીલ માણતા સાત નબીરાઓ ઝડપાયા

- Advertisement -

જામનગર તાલુકાના સરમત ગામના પાટીયા પાસે આવેલા આર્યભગવતી વિલાપ બંગલામાં દારૂની મહેફીલ માણતા સાત નબીરાઓને પોલીસે રેઈડ દરમિયાન ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના સરમત ગામના પાટીયા પાસે આવેલા આર્ય ભગવતી વિલામાં બંગલા નં.159 માં દારૂની મહેફીલ ચાલતી હોવાની મળેલી બાતમીના આધારે સીક્કા પોલીસે રેઈડ દરમિયાન સરોજકુમાર નિરંજના પાધી, પ્રદિપ અશોક કામ્બલે, બબલુ રામનાથ શાહ, જુગરાજ ઉખરાજ ત્રિવેશી, નરેનકુમાર પવિત્રમોહન બેહરા, મનોજકુમાર ગણેશદત બધાણી, દેવજીત અતીદ્રકુમાર કોનર નામના સાત શખ્સોને સીક્કા પોલીસે 100 એમ.એલ. દારૂ સાથે મહેફીલ માણતા ઝડપી લઇ સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular