જામજોધપુર ગામમાં માર્કેટીંગ યાર્ડમાં દુકાનદાર નાલ ઉઘરાવી જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન દુકાનદાર સહિત સાત શખ્સોને જૂગાર રમતા રૂા.1,86,220 ની રોકડ અને મોબાઇલ તથા કાર સહિત રૂા.5,56,220 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર જિલ્લાના જામજોધપુર ગામમાં માર્કેટીંગ યાર્ડમાં પ્રિતેશ ઉર્ફે શૈલેષ રસિક ભાલોડિયા નામના શખ્સ દ્વારા તેની દુકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જૂગારનો અખાડો ચલાવાતો હોવાની મળેલી બાતમીના આધારે પીઆઈ એમ.એન. ચૌહાણ તથા પીએસઆઇ કે.સી. વાઘેલા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન તીનપતિનો જૂગાર રમતા પ્રિતેશ ઉર્ફે શૈલેષ રસિક ભાલોડિયા, અમિત જગદીશ ખાંટ, શ્યામ અતુલ માણાવદરીયા, પીયુશ શાંતિલાલ ભુવા, કમલેશ રમણિક હિન્શુ, ભાવેશ મોહન વડાલિયા, ભાવિન મનસુખ ખાંટ નામના સાત શખ્સોને રૂા.1,86,220 ની રોકડ તથા ગંજીપના ઉપરાંત રૂા.70 હજારની કિંમતના સાત મોબાઇલ તથા રૂા.3 લાખની મોટરકાર મળી કુલ રૂા.5,56,220 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.