જામનગર શહેરના દિગ્જામ સર્કલ વુલનમીલ ફાટક પાસે જાહેરમાં એકી-બેકીના આંકડા રમી પૈસાની હાર-જીત કરતાં ત્રણ શખ્સોની પોલીસે રેઇડ દરમ્યાન રૂા.17,500ની રોકડ સાથે ઝડપી લીધાં હતાં. જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં 4 શખ્સોની રૂા.640ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં દિગ્ગજામ સર્કલ પાસે વુલનમીલ ફાટક પુલ નીચે જાહેરમાં ચલણી નોટો ઉપર એકી-બેકીનો જુગાર રમતાં હોવાની બાતમીના આધારે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રામશી હમીર ભાટુ, દિપક કાનજી ગોહિલ, પ્રકાશસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ નામના ત્રણ શખ્સોને રૂા.17,500ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં જાહેરમાં રોન પોલીસનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન નારણ જીવા હુંબલ, ભાવેશ લખમણ કાંબરીયા, મંગલસિંહ કનુભા રાણા, વેજા મેરામણ ગોજીયા નામના ચાર શખ્સોને રૂા.640ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.