- Advertisement -
ખંભાળિયા તાલુકામાં આજરોજ સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન ખંભાળિયા નજીક આવેલા ભાડથર ગામે એક બેંકની બાજુની ગલીમાં બેસી અને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા કરણ નગીનભાઈ ચુડાસમા, મુરુ રાયમલભાઈ પરમાર, દિલીપ ભીખુભાઈ ચુડાસમા, કારા માલદેભાઈ રૂડાચ, ગોવિંદ ભુરાભાઈ વાઘેલા, અર્જુન નગીનભાઈ ચુડાસમા અને આલા અખુભાઈ કાપડી નામના સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 17,320 રોકડા તથા રૂપિયા વીસ હજારની કિંમતના ચાર નંગ મોબાઇલ ફોન મળી, કુલ રૂપિયા 37,320 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.
- Advertisement -