જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આદર્શ સોસાયટીમાં આવેલા રઘુકુળ એપાર્ટમેન્ટમાં રહેતાં શખ્સ દ્વારા તેના ઘરે બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડાતો હોવાની મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન એક મહિલા સહિત સાત શખ્સોને રૂા.1,23,300 ની રોકડ રકમ અને રૂા.90 હજારની કિંમતની ત્રણ બાઇક મળી કુલ રૂા.2,13,300 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોનીમાં આવેલી આદર્શ સોસાયટીમાં રઘુકૂળ એપાર્ટમેન્ટમાં રહેતો સંજય વિરચંદ પેથડ નામનો શખ્સ તેના ઘરે જૂગારનો અખાડો ચલાવતો હોવાની હરદીપ ધાંધલ, ફિરોજ ખફી, શિવભદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડય ની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામા અને ટીમ દ્વારા રેઈડ દરમિયાન સંજય વીરચંદ પેથડ, રામનિરંજન દુર્ગાદત ખાટુવાલા, અનિલ પરબત ગાગીયા, મહેશ વસંત પંડયા, દયાળજી માધા ધારવિયા, અનિરૂધ્ધ ગોરધન ચોવટીયા અને મહિલા સહિત સાત શખ્સોને રૂા.1,23,300 ની રોકડ રકમ અને રૂા.90 હજારની કિંમતની ત્રણ બાઇક મળી કુલ રૂા.2,13,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.