જામનગર શહેરમાં અશોકસમ્રાટનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા બે મહિલા સહિત સાત શખ્સોને પોલીસે રૂા.12,400 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગર તાલુકાના લોઢીયા ગામમાં ચલણી સીક્કા ઉછાળી જૂગાર રમતા ત્રણ શખ્સોને રૂા.2860 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના અશોકસમ્રાટનગરમાં બુધ્ધ વિહાર ચોક પાસેની શેરીમાં જાહેરમા તીનપતિનો જૂગાર રમતા ચેતન હરીલાલ પંડયા, ભારત કાશીરામ ગાયકવાડ, વિકાસ વિષ્ણુ ભુસારે, ક્રિપાલસિંહ ભીખુભા કંચવા, આનંદ રઘુભાઈ બોદરે અને બે મહિલા સહિત સાત શખ્સોને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.12400 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. બીજો દરોડો, જામનગર તાલુકાના લોઢીયા ગામમાં બાવળની ઝાળીઓમાં ચલણી સીક્કા ઉછાળી કાટ છાપ ઉપર જૂગાર રમતા સંજય ઉર્ફે ડટી છગન બાંભણિયા, અનિરૂધ્ધસિંહ ઉર્ફે અનુ પ્રભાતસિંહ રાઠોડ, લખમણ રમેશભાઈ અટારીયા નામના ત્રણ શખ્સોને રૂા.2860 ની રોકડ સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.