ખંભાળિયા પંથકમાં સ્થાનિક પોલીસ દ્વારા ગઈકાલે જુગાર અંગેની હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં જેટકો ઓફિસ નજીકથી જુગાર રમી રહેલા વિજ કર્મચારીઓ સહિત સાત શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
ખંભાળિયા પોલીસ દ્વારા ગત સાંજે કરવામાં આવેલી જુગાર અંગેની કાર્યવાહી અંતર્ગત સર્વેલન્સ સ્ટાફના જેઠાભાઈ સોમાભાઈ પરમાર તથા પ્રદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીનના આધારે અત્રે સલાયા ચાર રસ્તા પાસે જેટકો ઓફિસની પાછળ બાવળની જાળીમાં બેસીને જુગાર રમી રહેલા અનવર હોથીભાઈ નારેજા (રહે. પઠાણ પાડો), નરેશ સોમજીભાઈ જોશી (રહે. વિનાયક સોસાયટી), કાસમ મામદ સંધી (રહે. પઠાણ પાડો), અભયસિંહ અશોકસિંહ જાડેજા (રહે. જી.ઈ.બી. ક્વાર્ટર, મૂળ રહે. રાણાવાવ- પોરબંદર) વિજય રતિલાલ ભૂત (રહે. રેલવે સ્ટેશન રોડ- જડેશ્વર સોસાયટી), હિરેન હરદાસભાઈ કેશવાલા (રહે. શિવમ સોસાયટી – 1) અને દીપક નટવરલાલ દવે (રહે. મહાપ્રભુજીનગર) નામના સાત શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેની પોલીસે કુલ રૂપિયા 33,600 નો મુદ્દામાલ કબ્જે કરી, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. પી.એમ. જુડાલ, હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, પ્રદિપસિંહ જાડેજા, જેઠાભાઇ પરમાર, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, કાનાભાઈ લુણા અને યોગરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.