Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરબાલાજી સોસાયટીના મકાનમાંથી જૂગાર રમતા પાંચ મહિલા સહિત સાત શખ્સ ઝડપાયા

બાલાજી સોસાયટીના મકાનમાંથી જૂગાર રમતા પાંચ મહિલા સહિત સાત શખ્સ ઝડપાયા

એલસીબીનો વધુ એક દરોડો : રૂા.15,410 ની રોકડ રકમ અને બે લાખની કાર સહિત કુલ રૂા.2.31 લાખનો મુદ્દામાલ કબ્જે: કાલાવડમાંથી વર્લીબાજ ઝડપાયો

- Advertisement -

જામનગર શહેરમાં દિગ્જામ મિલ ડિફેન્સ કોલોની પાછળ આવેલી બાલાજી સોસાયટીમાં રહેતાં ગઢવી શખ્સ દ્વારા બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન રોકડ રકમ અને કાર સહિત રૂા.2,31,410 ના મુદ્દામાલ સાથે પાંચ મહિલા સહિત સાત શખ્સોને ઝડપી લીધા હતાં. કાલાવડમાં ચમનટેકરી પાસે વર્લીમટકાના આંકડાનો જૂગાર રમાડતા શખ્સને પોલસીે ઝડપી લીધો હતો.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં દિગ્જામ મિલ ડિફેન્સ કોલોની પાછળ આવેલી બાલાજી સોસાયટી 3 માં રહેતા ખેરાજ રણમલ સાખલા નામના ગઢવી શખ્સ દ્વારા તેના મકાનમાં બહારથી માણસો બોલાવી જૂગાર રમાડી નાલ ઉઘરાવતો હોવાની હેકો મયુદ્દીન સૈયદ, અરજણ કોડિયાતરને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંઈહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે ખેરાજ રણમલ સાખલા, અંકિત વલીદાસ સોલંકી અને પાંચ મહિલા સહિત સાત શખ્સોને રૂા.15,410 ની રોકડ રકમ, રૂા.16000 ની કિંમતના પાંચ નંગ મોબાઇલ ફોન અને રૂા.2 લાખની કિંમતની ઈકો કાર સહિત રૂા.2,31,410 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, કાલાવડ ગામમાં ચમનટેકરી વિસ્તારમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમાડતા અલી અસગર શાહનવાઝ બુખારી નામના શખ્સને વર્લીના આંકડા લખેલી સ્લીપ અને 500 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular