- Advertisement -
ઓખા મંડળના મીઠાપુર પથંકમાં જિલ્લા એલસીબી પોલીસે ગત સાંજે કરેલી જુગારી અંગેની કાર્યવાહીમાં મોજપ ગામના શખ્સ દ્વારા ચલાવતા જુગારના અખાડા માંથી સાત શખ્સોને ઝડપી લઇ, રૂ. 1.04 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
આ અંગે ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ એલ.સી.બી. પોલીસ સ્ટાફે એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ તથા હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ મારુની બાતમી પરથી મીઠાપુર તાબેના મોજપ ગામની સીમમાં રહેતા યોગેશભા વિરમભા કેર નામના 19 વર્ષના શખ્સ દ્વારા પોતાના વાડીના રહેણાંક મકાનમાં પોતાના અંગત ફાયદા માટે જુગારીઓને જુગારના સાધનો પૂરા પાડી તેના બદલામાં નાલ ઉઘરાવી અને ચલાવતા જુગારના અખાડા પર દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સ્થળેથી પોલીસે જુગાર રમી રહેલા રામુભા બાલુભા કારા, પ્રફુલ્લ અજુભા માણેક, સંજય પ્રકાશભાઈ સરપદડિયા, રાજુ ભોજા સીરૂકા, જેસાભા કરસનભા માણેક અને પ્રતાપ દેવશી રોશિયા નામના કુલ સાત શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 42,700 રોકડા તથા રૂપિયા 11,500 ની કિંમતના પાંચ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 50 હજારની કિંમતના બે મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 1,04,200 નો મુદ્દામાલ કબજે કરી, આ તમામ શખ્સો સામે મીઠાપુર પોલીસ મથકમાં જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયાની સૂચના મુજબ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, અજીતભાઈ બારોટ, ભરતભાઈ ચાવડા, વિપુલભાઈ ડાંગર, દેવશીભાઈ ગોજીયા, કેશુભાઈ ભાટીયા, સજુભા જાડેજા, જયદેવસિંહ જાડેજા, સુનિલભાઈ કાંબલીયા, નરશીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જીતુભાઈહુણ, મસરીભાઈ ભરવાડીયા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, લાખાભાઈ, હસમુખભાઈ, ગોવિંદભાઈ, વિશ્વદિપસિંહ, અરજણભાઈ, કેતનભાઇ, મેહુલભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
- Advertisement -