જામનગર તાલુકાના સીક્કા નજીક રસુલનગર ગામમાં બાઈક અથડાવી સાત શખ્સોએ યુવાનને આંતરીને ઢીકાપાટુનો તેમજ લાકડી વડે માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના રસુલનગર ગામમાંથી પસાર થતા સુલતાન ઉમરભાઈ બસર નામનો યુવાન બાઈક લઇને જતો હતો ત્યારે મરોબહુશેન નામના શખ્સે સુલતાનની બાઈકનું હેંડલ ભટકાડયું હતું અને ત્યારબાદ મરોબહુશેન, કાસમ મામદ બારોયા, જુનસ મામદ બારોયા, ઈમ્તિયાઝ જાકુબ બારોયા, ઈરફાન જાકુબ બારોયા, ફીરોજ જુસબ સુંભણિયા અને ઉમર મામદ બારોયા સહિતના સાત શખ્સોએ એક સંપ કરી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ લાકડી વડે માર મારી મુંઢ ઈજા પહોંચાડીને પતાવી દેવાની ધમકી આપી હતી. સાત શખ્સો દ્વારા કરાયેલા હુમલા અંગેની જાણ કરાતા હેકો સી.ડી.ગાંભવા તથા સ્ટાફે ભોગ બનનાર ઈજાગ્રસ્ત સુલતાનના નિવેદનના આધારે સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.