જામનગર શહેરના પટણીવાડમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં સાત શખ્સોને પોલીસે રૂા.2790ની રોકડ અને ગંજીપાના સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં પટણીવાડ માતમચોકમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન સોકત ઓસમાણગની ખતાઇ, મોહિનુદિન ઇસ્માઇલ પંજા, અબ્દુલ કાદર કુરેશી, કાસિમ યુનુસ સોઢા, હાજી નુરા કુરેશી, નઝીર મહમ્મદ કુરેશી, સફીક યાસીમ પંજા નામના સાત શખ્સોને રૂા.2790ની રોકડ સાથે ઝડપી લઇ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.