જામજોધપુરમાંથી પોલીસે ચાર મહિલા સહિત કુલ સાત શખ્સને તીનપત્તીનો જુગાર રમતા પકડી પાડી રૂા. 22,080ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
જુગારના દરોડાની વિગત મુજબ જામજોધપુરના પો.કો. દિલીપસિંહ જાડેજા તથા અશોકભાઇ ગાગિયાને જામજોધપુર ટાઉન, ગંજીવાડો, રામાપીરના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને લાલપુર મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાબેનના માર્ગદર્શન હેઠળ જામજોધપુરના પીઆઇ એ. એસ. રબારી, હે.કો. સુરેશભાઇ પરમાર, પો.કો. અશોકભાઇ ગાગિયા, દિલીપસિંહ જાડેજા, નિમુબેન ચિત્રોડા, મણિબેન ગોજિયા સહિતના સ્ટાફે અમિત ભગવાનજી વરાણિયા, જલ્પેશ મનસુખ કડીવાર, રાજુ ઉર્ફે સાગર બાઘા સોલંકી તથા ચાર મહિલાઓ સહિત સાત શખ્સને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા. 22,080ની રોકડ સહિતનો મુદામાલ ઝડપી લઇ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


