જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવેલા ખુલ્લા પ્લોટમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત સાત શખ્સોની પંચકોશી બી ડિવિઝન સ્ટાફએ રૂા. 28,500ની રોકડ અને ગંજીપન્ના સાથે ઝડપી લીધા હતા. જામનગર જિલ્લાના પનાનેશમાં તીનપતીનો જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી આરંભી હતી.
જુગારના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના નાઘેડી ગામમાં શિવાલિક સોસાયટીમાં આવેલા ખુલ્લા પ્લોટમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટાફએ રેઇડ દરમ્યાન કાના હાજા ભાટિયા, હરપાલસિંહ અજિતસિંહ જાડેજા અને પાંચ મહિલાઓ સહિત સાત શખ્સોને રૂા. 28,500ની રોકડ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ તેઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો મેઘપર નજીક આવેલા પનાનેશમાં જાહેરમાં જુગાર રમતાં સ્થળે મેઘપર પોલીસે રેઇડ દરમ્યાન સહદેવ કમા ગુજરિયા, ભીખા બીજલ મકવાણા, પ્રવીણ કાનજી ભટાસણા, કિરીટસિંહ બળુભા જેઠવા, જયેન્દ્રસિંહ ચંદુભા વાઢેર, વનરાજસિંહ ભરતસિંહ પીંગળ, પ્રજીતસિંહ જશવંતસિંહ દેદા, વિનોદ દેવા ચોપડા નામના આઠ શખ્સને રૂા. 15,110ની રોકડ રકમ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહ હાથ ધરી હતી.


