Monday, December 23, 2024
Homeરાજ્યકલ્યાણપુરના લાંબામાં દરિયાકાંઠે જૂગાર રમતા સાત શખ્સ ઝડપાયા

કલ્યાણપુરના લાંબામાં દરિયાકાંઠે જૂગાર રમતા સાત શખ્સ ઝડપાયા

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે ગઈકાલે સોમવારે સાંજે દરિયાકાંઠે બાવળના કાંટા ઝાડમાં નજીક બેસી અને જાહેરમાં ગંજીપત્તા વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા હરદાસ એભા ચેતરીયા, મોહનગર રામગર મેઘનાથી, મુકેશ મુરુભાઈ ચેતરીયા, સતીશ શાંતિલાલ દાવડા, વિશાલ શાંતિલાલ દાવડા, દેવરખી ઉર્ફે અશોક ધનાભાઈ ડેર અને હરદાસ નુંઘાભાઈ ચેતરીયા નામના સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂા. 85 હજાર રોકડા તથા રૂા.35,500 ની કિંમતના આઠ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂા. 40 હજારની કિંમતના બે મોટરસાયકલ અને પાંચ લાખની કિંમતની જીજે-37-બી-8803 નંબરની બલેનો કાર મળી કુલ રૂા.6,60,500નો મુદ્દામાલ કબ્જે કરી, જૂગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular