Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરઓશવાળ જૈન સમાજના સેવભાવી ઉદ્યોગપતિની સરાજાહેર હત્યા

ઓશવાળ જૈન સમાજના સેવભાવી ઉદ્યોગપતિની સરાજાહેર હત્યા

સેવાભાવી અને અનેક સંસ્થાઓ જોડાયેલા અગ્રણીને આંતરીને તિક્ષ્ણ હથિયારના ઘા ઝિંકયા : સારવાર દરમિયાન મોતથી અરેરાટી : અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ હોસ્પિટલ દોડી ગયા : મોક્ષ ફાઉન્ડેશનના હોદ્ેદારો હોસ્પિટલ પહોંચ્યા : પોલીસ દ્વારા બનાવ સ્થળ અને હોસ્પિટલે પહોંચી હત્યારાની શોધખોળ માટે તજવીજ

- Advertisement -

જામનગર શહેરમાં દિગ્વિજ્ય પ્લોટ વિસ્તારમાં રહેતા ઓશવાળ જૈન સમાજના સેવાભાવી ઉદ્યોગપતિ વૃધ્ધ ગતરાત્રીના સમયે શંકર ટેકરી વિસ્તારમાં માતાજીના મંદિર પાસે અજાણ્યા શખ્સે આંતરીને કોઇ તિક્ષ્ણ હથિયારના પાંચ ઘા ઝિંકી જીવલેણ હુમલો કરતાં ઉદ્યોગપતિને મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. હત્યાના બનાવની જાણ થતાં ઓશવાળ જૈન સમાજના અગ્રણીઓ, કાર્યકરો અને મોક્ષ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ જી.જી. હોસ્પિટલે દોડી ગયા હતાં.

- Advertisement -

હત્યાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના દિગ્વિજ્ય પ્લોટ શેરી નં. 42માં રહેતાં મનસુખલાલ ખિમજી ખિમસીયા (ઉ.વ.65) નામના ઓશવાળ જૈન સમાજના ઉદ્યોગપતિ અને સેવાભાવી વૃધ્ધ શુક્રવારની રાત્રીના 9:30 વાગ્યાના અરસામાં શંકરટેકરી વિસ્તારમાં માતાજીના મંદિર પાસેથી પસાર થતાં હતા તે દરમિયાન અજાણ્યા શખ્સે આંતરીને મનસુખલાલ ઉર્ફે મનુ મેટ્રો તરીકે જાણીતા વૃધ્ધને આંતરીને તિક્ષ્ણ હથિયારના પાંચ ઘા ઝિંકી દેતાં મનસુખલાલ ઘટના સ્થળે જ લોહી-લુહાણ હાલતમાં ઢળી પડયા હતાં. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા સેવાભાવી વૃધ્ધને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. સેવાભાવી વૃધ્ધનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. ઘટનાની જાણ થતાં ઓશવાળ જૈન સમાજના અગ્રણીઓ, કાર્યકરો અને ઉદ્યોગકારો તથા મોક્ષ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી વિક્રમસિંહ ઝાલા તથા અન્ય સભ્યો જી.જી. હોસ્પિટલ દોડી ગયા હતાં.

બનાવની જાણના આધારે શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા પીઆઇ ધાસુરા તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં મળતી વિગત મુજબ મનસુખલાલ ખિમજી ખિમસીયા ઉર્ફે મનુ મેટ્રો તરીકે જામનગરના ઉદ્યોગપતિ ઓશવાળ સમાજમાં જાણીતા હતાં તથા અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા અને સામાજિક સેવાઓમાં આગવી ઓળખ ધરાવતાં હતાં. પોલીસે સેવાભાવી વૃધ્ધની હત્યા નિપજાવનાર શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular