Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરસાંસદ પૂનમબેન માડમના જન્મ દિવસ નિમિતે સેવાયજ્ઞ - VIDEO

સાંસદ પૂનમબેન માડમના જન્મ દિવસ નિમિતે સેવાયજ્ઞ – VIDEO

સંતો-મહંતો, મંત્રી, મેયર, ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા : સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

જામનગરના સાંસદ પૂનમબેન માડમના જન્મ દિવસ નિમિતે સર્વરોગ નિદાન કેમ્પના સેવાના મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતો-મહંતો, મંત્રી, મેયર, ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. અને સાંસદને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી.

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અંતર્ગત 12-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમના જન્મદિવસે “સેવા સપ્તાહ અંતર્ગત” સેવા કાર્યોનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત રક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયા હતાં.

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તથા જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભાના સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસે સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ તથા રકતદાન શિબિર ઓશવાળ સેન્ટર જામનગર ખાતે આયોજન થયું હતું. આ કેમ્પમાં નામાંકિત નિષ્ણાત ડોક્ટરો દ્વારા રોગનું નિદાન કરી જરૂરી દવાઓ નિ:શુલ્ક આપવામાં આવી હતી.

આ તકે આણદાબાવા સેવા સંસ્થાના મહંત પ.પૂ. દેવપ્રસાદ મહારાજ, બેડી ગેઇટ સ્વામીનારાયણ મંદિરના પ.પૂ. ચંદ્રભૂજદાસજી મહારાજ, કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, મેયર વિનોદભાઇ ખીમસુર્યા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરચર, જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જામનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઇ કકનાણી, જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ વિનોદ ભંડેરી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી સહિતના અગ્રણીઓ, કોર્પોરેટરો ભાજપાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાંસદને શુભેચ્છા પાઠવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular