જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં 1 થી 3 નો સેવા સેતુ નો કાર્યક્રમ આજરોજ એમ.પી.શાહ ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો પ્રારંભ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષભાઈ કટારીયા હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દંડક કેતનભાઈ ગોસરાની, આરોગ્ય સમિતિના ચેરપર્સન ડિમ્પલબેન રાવલ, સભ્ય ક્રિષ્નાબેન સોઢા, પન્નાબેન, સુભાષભાઈ જોશી, જયરાજસિંહ જાડેજા, વિગેરે મ્યુનિ સભ્યો, ડેપ્યુટી કમિશનર વસ્તાની, આસી કમી. પંડ્યા સહિતના અધિકારીઓ તથા તમામ શાખાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકારના 13 વિભાગોની 56 સેવાઓ કાર્યક્રમના દિવસે જ પુરી પાડવામાં આવી હતી.