જામનગરમાં દિગ્વિજય પ્લોટ માં રહેતા હર્ષિદાબેન દિલીપભાઈ નંદા નામ ની પરિણીતા એ ડોમેસ્ટીક વાયોલેન્સ એકટ મુજબ ની ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટ એ વચગાળા નો હુકમ કરી પિતા પાસેથી પુત્ર જીગર નો કબ્જો માતા હર્ષિદાબેન ને સોંપવાનો તેમજ હર્ષિદા બેન તેમજ તેમની પુત્રી ને માસિક રૂ.8000 ભરણપોષણ ચૂકવા નો હુકમ કર્યો હતો. જે હુકમ ની સામે દિલીપ કાંતિલાલ નંદા એ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ માં અપીલ કરી હતી. જે કોર્ટ એ રદ કરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર દિગ્વિજય પ્લોટ માં રહેતા હર્ષિદાબેન દિલીપભાઇ નંદા એ તેમના પતિ દિલીપભાઇ નંદા, તેમના સાસુ જીવતીબેન કાંતિલાલ નંદા,સસરા કાંતિભાઈ મનજીભાઈ નંદા, નણંદ નયના અલકેશ ચાંદ્રા વિગેરે સામે ચીફ કોર્ટ માં ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ 2005 ની જુદી જુદી કલમ મુજબ ની ફરિયાદ કરી હતી.જે કેસ ચાલતા કોર્ટ એ કલમ 23 ની વચગાળા ની અરજી માં અરજદાર હર્ષિદાબેન ને તેમજ તેના પુત્ર જીગરને તાત્કાલિક સોપી દેવા અને હર્ષિદાબેનને માસિક રૂ.5000 તેમજ પુત્રી વિધિ ને માસિક રૂ. 3000 એમ મળી ને કુલ રૂ.8000 ચૂકવવાનો કોર્ટ એ હુકમ કર્યો હતો.
જે હુકમ ની સામે દિલીપ કાંતિલાલ નંદા એ જામનગર ની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ માં અપીલ દાખલ કરી હતી. નીચેની કોર્ટ એ કરેલ વચગાળા નો હુકમ જેમાં પુત્ર જીગર નો કબ્જો તથા ભરણપોષણ નો હુકમ થયો હતો. જેને રદ કરવા કેસ દાખલ કર્યો હતો. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ દ્વારા બંને પક્ષકારો ની રજૂઆતો સાંભળી ને કોર્ટ એ ટ્રાયલ અદાલત તરફ થી જે પક્ષ નિવેદનો નો અને પક્ષકારો તરફે ની રજૂઆતો નો અભ્યાસ કરી અને તેનું મૂલ્યાંકન કરી ને ભરણપોષણ પેટે અને સગીર સંતાન ના કબ્જા અંગે નો જે હુકમ ફરમાવેલ છે તે ટ્રાયલ અદાલત ના આવા તકરારી હુકમ માં કોઈપણ જાતનો હસ્તક્ષેપ અત્રે ની અદાલત તરફ થી કરવો ન્યાયોચિત જણાઇ આવતું ન હોય દિલીપ કાંતિલાલ નંદા એ કરેલી અપીલ ના મંજુર કરતો હુકમ કરેલ છે.
આ કેસમાં હર્ષિદાબેન તરફે વકીલ હારુનભાઈ પલેજા, શકીલ નોયડા, વસીમ કુરેશી તથા નૂરમામદ પલેજા રોકાયા હતા.