Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસર્વિસ ટેક્સ ઇન્સ્પેકટરનો લાંચના કેસમાં નિર્દોષ છૂટકારો

સર્વિસ ટેક્સ ઇન્સ્પેકટરનો લાંચના કેસમાં નિર્દોષ છૂટકારો

- Advertisement -

સર્વિસ ટેક્સ નંબર મેળવવા માટે કરાયેલ અરજીમાં ફરિયાદી પાસેથી લાંચ લેવાના કેસમાં અદાલત દ્વારા સર્વિસ ટેક્સ ઇન્સ્પેકટરને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા આદેશ કર્યો છે. હરદેવસિંહ હેમુભા જેઠવા નામના ફરિયાદીએ સર્વિસ ટેક્સ નંબર મેળવવા જામનગરના કસ્ટમ અને સેન્ટ્રલ એકસાઇઝ કચેરીમાં અરજી કરી હતી. આ અરજી પાસ કરવા સુપ્રિટેન્ડન્ટ પંકજકુમાર ઉમિયાશંકર ઓઝાએ રૂા. 1000ની લાંચની માગણી કરી અને રૂા. 750 ફાઇનલ કર્યા હતાં.

- Advertisement -

આ લાંચની માગણી ઓઝાએ કરતા ફરિયાદીએ જામનગર એસીબી કચેરીના પોલીસ ઇન્સ્પેકટર બી.ડી. જાડેજાને ફરિયાદ આપી હતી. એસીબી પોલીસે સાત રસ્તા સર્કલમાં આવેલી બહુમાળી ભવનમાં આ કચેરીમાં લાંચનું છટકુ ગોઠવેલું હતું. ફરિયાદી અને પંચ નં. 1 અશોક લાભશંકર દવે આરોપી સુપ્રિટેન્ડન્ટ પંકજકુમાર ઓઝા પાસે ગયા હતાં અને ઓઝાએ રૂા. 750ને બદલે રૂા. 700 આપવા જણાવેલુ અને લાંચની રકમ બાજુની ચેમ્બરમાં બેઠેલા સેન્ટ્રલ એકસાઇઝ વિભાગના સર્વિસ ટેકસ ઇન્સ્પેકટર દિપેશ હેમતલાલ ભણસાળીને આપવા જણાવેલ હતું. ફરિયાદીએ લાંચની રકમ આ દિપેશ હેમતલાલને આપતા તેને લાંચની રકમ સ્વિકારી હતી. બાદમાં ફરિયાદીએ કચેરીના મુખ્ય દરવાજે આવી ઇશારો કરતા રેડીંગ પાર્ટીના સ્ટાફે રેડ કરેલી જે જપાજપી દરમિયાન આરોપી દિપેશ હેમતલાલે લાંચની રકમ ટ્રાઉઝરમાંથી કાઢી ફેંકી દીધી હતી અને સુપ્રિ. પંકજકુમાર ઓઝા કચેરીમાંથી નાશી ગયા હતાં. પોલીસે સ્થળ પરથી લાંચની નોટો કબજે કરેલી અને તપાસ દરમિયાન બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી.

આ બન્ને આરોપીઓ સામે કેસ જામનગરના પ્રિન્સીપાલ સેશન્સ જજની કોર્ટમાં શરુ થતાં સુપ્રિ. પંકજકુમાર ઓઝાનું અવસાન થતાં અન્ય આરોપી દિપેશ હેમતલાલ સામે કેસ આવ્યો હતો.

- Advertisement -

ઉભયપક્ષની રજૂઆતો અને બચાવપક્ષે રજૂ કરેલ સુપ્રિમકોર્ટના ચુકાદાની વિસ્તૃત છણાવટ કરી પ્રિન્સી. સેશન્સ જજ વી.જી. ત્રિવેદીએ ફરિયાદ પક્ષના પુરાવા અંગે ટકોર કરતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં લાંચની માગણી અંગે વિરોધાભાસી પુરાવો રેકર્ડ પર આવ્યો છે.

ફરિયાદીની જુબાનીને પંચ સાહેદની જુબાનીથી સમર્થન પ્રાપ્ત થયું નથી. આથી સુપ્રિમકોર્ટના ચુકાદામાં ઠરાવ્યા મુજબ લાંચની માગણી સાબિત થયેલી ન હોય તો કબજે કરવામાં આવેલી રકમ લાંચના નાણા છે તેમ માની શકાય નહીં. સમગ્ર હકીકતે ફરિયાદ પક્ષ આરોપી સામેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ છે તેમ ઠરાવી આરોપીને છોડી મૂકવા આદેશ કર્યો હતો. આરોપી તરફે એડવોકેટ વી.એચ. કનારા, ડી.એન. ભેડા, એસ.બી. વોરીયા, વી.ડી. બારડ, આર.એસ. સફીયા, એસ.એસ. ખાંભલા, આર.ડી. સીસોટીયા, એસ.એચ. ડાંગર, આર.એન. વસરા, જે.એમ. નંદાણીયા, કપીલ ગોસાઇ, વી.એસ. ખીમાણીયા રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular