જામનગરમાં જલારામ બાપા નો વિશ્વ વિક્રમી રોટલો બનાવનાર સંસ્થા જલારામ સેવા ટ્રસ્ટ- હાપા, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ, અને મંગળા વિઠ્ઠલેશ ગૌશાળા- જલારામ મંદિર હાપાના સંયુક્ત ઉપક્રમે 14 જાન્યુઆરીને મકરસંક્રાંતિના દિવસે ગૌચારા અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આગામી 17 જાન્યુઆરીના દિવસે માતૃશ્રી વીરબાઇમાં જલિયાણ અન્નકોટ દ્વારા 111 પ્રકારના “રોટલા અન્નકોટ” આયોજન કરવામાં આવ્યું છે.
સનાતન ધર્મમાં દાન અને અન્નના મહત્વને ધ્યાનમાં રાખીને તેમજ 36 કોટી દેવી-દેવતા ના વાસ ધરાવનારા ગૌમાતાના લાભાર્થે મકરસંક્રાંતિના પવિત્ર દિવસે સતત ચોથા વર્ષે ગૌચારા અન્નકોટનું આયોજન કરવામાં આવ્યું છે.
સાથો સાથ વિક્રમ સવંત 1820 અને તારીખ 17 જાન્યુઆરીના રોજ માતુશ્રી વીરબાઈ માં તેમજ પૂજ્ય જલારામ બાપા દ્વારા શરૂ કરવામાં આવેલા અન્નક્ષેત્રની ઉજવણીના ભાગરૂપે જલારામ સેવા ટ્રસ્ટ- હાપા દ્વારા સતત 12મી વખત 111 પ્રકારના રોટલાના અન્નકોટનું આયોજન કરવામાં આવ્યું છે.
જે બન્ને અન્નકોટમાં જલારામ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લેવા અને દર્શનાર્થે પધારવા માટે જલારામ સેવા ટ્રસ્ટ- હાપા દ્વારા અનુરોધ કરાયો છે. મકર સંક્રાંતિ ને રવિવાર ના સવારે 9:00 વાગ્યાથી સાંજે 7:00 વાગ્યા સુધી ગૌચારા અન્નકોટનું આયોજન કરવામાં આવ્યું છે, જયારે રોટલા અન્નકોટનું આયોજન બુધવાર તા 17 ના બપોરે 4:00 વાગ્યાથી સાંજે 8:00 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે.
શ્રીનાથજીની આઠ શમાની ઝાંખી ના દર્શન પણ યોજાયા હોવાથી સવારે 9:00 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધી અને સાંજે 5:00 વાગ્યાથી સાંજે 7:00 વાગ્યા સુધી દર્શન નો લાભ લેવા અનુરોધ કરાયો છે.
સમગ્ર મહોત્સવ ની ઉજવણી જલારામ સેવા ટ્રસ્ટ વતી રમેશભાઈ દતાણી, નવનીતભાઈ સોમૈયા, કિરીટભાઈ દતાણી, ભરતભાઈ મોદી, સુરેશભાઈ રૂપારેલ, રાજુભાઈ ચંદારાણા, અતુલભાઇ કાતર, રાજુભાઈ પતાણી, જયેશભાઈ ધામેચા, દિલીપભાઈ મજીઠીયા, પ્રમોદભાઈ રાજાણી, પ્રફુલભાઈ વારા, અતુલભાઈ પુજારા, શૈલેષભાઈ મલકાન, કમલેશભાઈ વસાણી, અને શૈલેષભાઈ કારીયા દ્વારા કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત ગૌચારા અન્નકોટ સમિતિમાં રાજુભાઈ હિંડોચા, સુનિલભાઈ તન્ના, મુકેશભાઈ લાખાણી, હિનેશભાઈ દોઢીયા, ચંદ્રવદનભાઈ ત્રિવેદી, લલિતભાઈ જોશી, હસમુખભાઈ પટેલ, જયેશભાઈ ચંદારાણા, ભાવિનભાઈ સચદેવ, જયેશભાઇ પાબારી અને અશોકભાઈ ભદ્રાની નિમણુંક કરાઈ છે. રોટલા અન્નકોટ સમિતિમાં એડવોકેટ ભાવિનભાઈ ભોજાણી, જગદીશભાઈ સોમૈયા, નરોત્તમભાઈ થોભાણી, ધીરેનભાઈ દતાણી, ઉદિતભાઈ સોમૈયા, ભાવેશભાઈ તન્ના, ઉદીતભાઈ પંચમતીયા, વિરલભાઈ બગલ, ભાવેશભાઈ દતાણી, ગિરીશભાઈ વિઠલાણી અને જયભાઈ દતાણીની નિમણૂક કરાઈ છે.