ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીના કેસો વધી રહ્યા છે. પોઝિટીવ કેસની સાથે સાથે મૃત્યુદર પણ વધી રહ્યો છે. સ્મશાનમાં કોરોનાના મૃતદેહોે પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ભાણવડમાં 66 વર્ષના પરસોતમભાઇ સવજાણી મૃતદેહોને અગ્નિદાહ આપવાની સેવામાં જોડાયેલા છે. ભાણવડના ઇન્દ્રેશ્ર્વર ખાતેના સ્મશાનમાં લોહાણા સમાજના પરસોતમભાઇ ખરેપગે સેવા કરી રહ્યા છે. કોરોનાના કપરાકાળમાં પરિવારજનો પણ કોરોના મૃતદેહોને સ્પર્શ કરવાનીના પાડી રહ્યા છે ત્યારે પરસોતમભાઇ એક દિવસમાં 7 થી 8 મૃતદેહોને અગ્નિદાહ આપવાની સેવા કરી રહ્યા છે.