સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા હાલ કોરોનાની રસી કોવીશીલ્ડનું ઉત્પાદન કરી રહી છે. આગામી સમયમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ રશિયાની સ્પૂતનીક-વી વેક્સિનનું પણ ઉત્પાદન શરુ કરે તેવી સંભાવનાઓ છે.આ માટે તેણે DCGI પાસે મંજુરી માંગી છે.
હાલમાં રશિયાની કોવિડ વેક્સિનસ્પુતનિક વીનું નિર્માણ ભારતમાં ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે. હવે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ બુધવારે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને ભારતમાં સ્પૂતનીક-વી બનાવવાની મંજૂરી માંગતું આવેદનપત્ર પાઠવ્યું છે. તમને જણાવી દઈએ કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ) એ પહેલાથી જ જણાવ્યું છે કે છે કે તે જૂનમાં 100 મિલિયન કોવિશિલ્ડ ડોઝનું ઉત્પાદન અને સપ્લાય કરી શકશે.
ડીસીજીઆઈ દ્વારા એપ્રિલમાં સ્પૂતનીક-વી ને ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપવામાં આવી છે. રશિયાની આ વેક્સિનના 30લાખ ડોઝનો એક જથ્થો મંગળવારે ભારત આવી પહોચ્યો છે. સ્પુતનિક-વીને રશિયાના ગામાલેયા નેશનલ સેન્ટર દ્વારા વિકસીત કરવામાં આવી છે. આ ભારતમાં એવા સમયે ઉપયોગ થનારી ત્રીજી રસી હશે, જ્યારે દેશ બીજી લહેરની ઝપેટમાં છે, જે ખુબ ખતરનાક છે. આ બધાની વચ્ચે ભારતમાં વેક્સિનેશનની માંગ ખુબ વધી ગઇ છે.સ્પુતનિક-વી અત્યાર સુધીમાં 320 કરોડથી વધારે જનસંખ્યા વાળા 66 દેશોમાં રજિસ્ટર્ડ છે. આરડીઆઈએફ અને ગામાલેયા સેન્ટરે કહ્યું કે, સ્પુતનિક વીની અસરકારકતા 97.6 ટકા છે.