Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયવેક્સિનની અછતને લઇને સિરમ ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટરે આપ્યું ચોંકાવનારુ નિવેદન

વેક્સિનની અછતને લઇને સિરમ ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટરે આપ્યું ચોંકાવનારુ નિવેદન

- Advertisement -

કોરોનાની બીજી લહેરની વચ્ચે રસીની અછત થઈ ગઈ છે. આ મામલે રાજ્યોનો દાવો છે કે 18થી 44 વર્ષ સુધીના ઉંમરના લોકો માટે અનેક સેન્ટર્સ પર રસીકરણ અભિયાન અટકાવવું પડ્યું છે. બીજી બાજુ રસી બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ)એ કહ્યું કે, સરકારે રસીની ઉપલબ્ધતા ન હોય અને WHO ગાઈડલાઈન્સ પર વિચાર કર્યા વગર જ બધાને રસી આપવાની મંજૂરી આપી દીધી.

- Advertisement -

પુણેની વેક્સિન નિર્માતા કંપની સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર સુરેશ જાધવનું કહેવુ છે કે, સરકારે વેક્સિનેશન અભિયાના વિસ્તાર દરમિયાન વેક્સિનનો સ્ટોક અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગાઈડલાઈનને કોરાણે મુકી દીધી. સરકાર પર આરોપ લગાવતા તેણે કહ્યું કે રસીની ઉપલબ્ધતા વગર અને 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને વેક્સિનની મંજુરી આપી. સ્ટોક પૂરતા ન હોવા છતાં સરકારે આટલો મોટો નિર્ણય લીધો. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે, જ્યારે દેશમાં કેટલાય રાજ્યોમાં વેક્સિનની કમીની બુમરાણ મચાવી રહ્યા છે. રાજ્યોમાં વેક્સિનનો જથ્થો ખૂટી જવાના કારણે રસીકરણ બંધ કરવાની નોબત આવી છે.

જાધવે કહ્યુ હતું કે, ભારત સરકારે WHOની ગાઈડલાઈનને ધ્યાને રાખીને વેક્સિનેશનમાં લોકોને પ્રાથમિકતા આપવી જોઈતી હતી. તેમણે કહ્યુ કે, શરૂઆતમાં 300 મિલિયન લોકોને વેક્સિન આપવાની હતી, જેના માટે 600 મિલિયન ડોઝની જરૂર હતી.

- Advertisement -

તેમણે કહ્યુ હતું કે, અમે ટાર્ગેટ સુધી પહોંચીએ તે પહેલા તો સરકારે 45 વર્ષથી મોટી ઉંમરના લોકોની સાથે સાથે 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સિન આપવાનું એલાન કરી દીધુ, સરકારને એ વાતની ખબર હતી કે, આપણી પાસે એટલો સ્ટોક નથી. આ વાતથી અમને શિખ મળી છે કે, આપણે ઉત્પાદનની ક્ષમતાનું ધ્યાન રાખવુ અને તે અંતર્ગત જ તેનો ઉપયોગ કરવો જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular