જામનગરમાં જનતા ફાટક નજીક બાઇક લઇને નીકળી રહેલા એક શિક્ષકને પૂરપાટ વેગે આવી રહેલી એક કારના ચાલકે હડફેટમાં લઇ ફેક્ચર સહિતની ઇજા પહોંચાડી છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં વિરલ બાગ પાસે પાર્શ્ર્વનાથ એપાર્ટમેન્ટમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા સિદ્ધાર્થ ભાઈ રાજુભાઈ દોશી (ઉ.વ.31) કે જેઓ રાધિકા સ્કૂલ પાસેથી પોતાનું બાઇક લઇને પસાર થઇ રહયા હતા.જે દરમિયાન પૂરપાટ વેગે આવી રહેલી જી.જે.3 બી.વાય. 0647 નંબરની બોલેરો કારના ચાલકે તેઓને હડફેટમાં લેતાં અકસ્માત સર્જાયો હતો, અને ફ્રેકચર સહિતની ઇજા થઇ છે.
આ અકસ્માતના બનાવ અંગે સિદ્ધાર્થ દોશીએ સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.