ધ્રોલ ખાતે તાત્કાલિક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવે તેવી તાતી જરૂરિયાત ઉભી થયેલ છે. ગત વર્ષે કોરોનાનો પ્રથમ રાઉન્ડ સમયે સરકાર તરફથી અત્રેને જી એમ પટેલ ક્ધયા વિદ્યાલય તથા બી.એમ. પટેલ વિદ્યાલયમાં 200-200 બેડની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને આ કેર સેન્ટરમાં કોરોનાના દર્દીઓને પ્રાથમિક સારવારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. હાલમાં ધ્રોલ-જોડિયા શહેર તથા તાલુકાના ગામડાઓમાં પણ કોરોનાને કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાયેલ છે. ધ્રોલ ખાતે એક પણ કોવિડ સેન્ટર નથી. એકસીજનના બાટલાની સુવિધા નથી તેમજ ગત વર્ષે શરૂ કરવામાં આવેલ કોવિડ કેર સેન્ટર હજુ સુધી આ વિકટ પરિસ્થિતિમાં શરૂ કરવામાં આવેલ. કોવિડ કેર સેન્ટર હજુ સુધી આ વિકટ પરિસ્થિતિમાં પણ શરૂ કરવામાં આવેલ નથી. દર્દીઓ કોરોનાની સારવાર માટે જામનગર અને રાજકોટ ખાતે સારવાર માટે જઈ રહ્યા છે પરંતુ આ બન્ને સેન્ટરોમાં સરકારી તેમજ પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ જગ્યાઓ નથી આ સ્થળોએ પણ વેઈટીંગ ચાલે છે. દર્દીઓ સારવાર માટે જ્યાં ત્યાં ધક્કાઓ ખાય છે. આ સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં દર્દીઓને પ્રાથમિક સારવાર મળી રહે તે અત્યંત જરૂરી છે.
ધ્રોલમાં જી.એમ. પટેલ ક્ધયા વિદ્યાલય, બી.એમ. પટેલ વિદ્યાલય, ગણેશ વિદ્યા સંકુલ તથા મુંગરા હાઈસ્કૂલ તથા સી આર ગાર્ડી કોલેજમાં કોવિડ કેર સેન્ટર શરૂ થઈ શકે તેવી સુવિધા ઉપલબ્ધ છે. ધ્રોલમાં કોરોનાનું સંક્રમણ દિવસો દિવસ વધતુ જાય છે. મૃત્યુદર વધી રહેલ છે. સરકારી તથા ખાનગી દવાખાનાનો દર્દીથી ઉભરાય છે. લેબોરેટરીમાં રીપોર્ટ માટે તથા મેડીકલ સ્ટોર્સમાં દવાઓ માટે કતારો લાગે છે.
રાજ્ય સરકારે ધ્રોલ-જોડિયા તાલુકાના કોરોનાના દર્દીઓને વિનામુલ્યે સારવાર મળી રહે તે માટે તાકીદે ધ્રોલ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે. આ કોવિડ સેન્ટરમાં ડોકટરોની તથા ઓકસીજનની પુરતી સુવિધા કરવામાં આવે તેવી લોકોની માંગ છે. ધ્રોલ-જોડિયા તાલુકાના આગેવાનો, સામાજિક સંસ્થાઓ, ધારાસભ્ય, સંસદસભ્ય તથા જવાબદાર વહીવટી તંત્ર દ્વારા આ અંગે ત્વરિત નિર્ણયો લઇને કોવિડ કેર સેન્ટર શરૂ થઈ શકે તે માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી જનતાની માગ કરી છે.