Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઇંધણને GST માં સમાવવા મુદ્દે નિર્મલા-ઠાકુરનાં અલગ નિવેદનો !!

ઇંધણને GST માં સમાવવા મુદ્દે નિર્મલા-ઠાકુરનાં અલગ નિવેદનો !!

એક દેશ, એક ટેકસની ફિલોસોફીમાંથી ઇંધણ બાકાત શા માટે ?!

- Advertisement -

ઇંધણ ભાવોમાં વિક્રમી વધારા વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, અત્યારે ક્રૂડ તેલ, પેટ્રોલ, ડીઝલ, જેટ ઇંધણ અને કુદરતી ગેસને માલ અને સેવા કર (જીએસટી) હેઠળ લાવવાની કોઇ દરખાસ્ત નથી. તો બીજી તરફ નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે આજે લોકસભામાં કહ્યું હતું કે, ઈંધણનાં ભાવો કાબૂમાં લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને કામ કરવું પડશે. આ સાથે તેમણે રાજ્ય સરકારોને પેટ્રોલિયમ પેદાશો ઉપરનો ટેક્સ ઘટાડવા માટે અનુરોધ પણ કર્યો હતો અને કહ્યું હતું કે, રાજ્ય સરકારોને પગલે કેન્દ્ર પણ ઉચિત નિર્ણયો કરશે.

- Advertisement -

પાંચ કોમોડિટી ક્રૂડતેલ, કુદરતી ગેસ, પેટ્રોલ, ડીઝલ અને ઉડ્ડયન ટર્બાઇન ઇંધણને કેન્દ્ર અને રાજ્ય સરકારો પરની આવક ર્નિભરતાને ધ્યાને લઇને જીએસટીનાં દાયરાથી બહાર રાખવામાં આવેલા છે. જેથી કેન્દ્ર સરકારે તેની કર આબકારી જકાત જારી રાખી અને રાજ્ય સરકારે પણ વેટ યથાવત રાખ્યો. આ જકાત અને વેટ સમયાંતરે વધતા રહ્યા. અત્યારે ઈંધણનાં ભાવ ભડકે બળી રહ્યાં છે ત્યારે તેને જીએસટીમાં સમાવી લેવા માગણી બળવતર બની હોવા છતાં નાણામંત્રી સીતારમણ સરકારની આવી કોઇ દરખાસ્ત હોવાનો ઇન્કાર કરે છે. દરમિયાન લોકસભામાં વિપક્ષી સદસ્યો દ્વારા ઈંધણનાં ભાવ મુદ્દે પૂછવામાં આવેલા સળગતા સવાલનો જવાબ આપતાં ઠાકુરે કહ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલ ઉપર ટેક્સ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર રાજ્યો સાથે મસલત કરવાં તૈયાર છે. રાજ્ય સરકારોએ પેટ્રોલ-ડીઝલ ઉપરથી વેટ ઘટાડવો જોઈએ. કેન્દ્ર સરકાર પણ આનાં માટેનાં પ્રયાસો કરશે. કેન્દ્ર અને રાજ્ય, બન્નેએ ઈંધણ ઉપર ટેક્સ ઘટાડવા માટે વિચારવાની જરૂર છે. પેટ્રોલ-ડીઝલને જીએસટીનાં દાયરામાં ન લાવવા વિશે ઠાકુરે કહ્યું હતું કે, હજી સુધી આનાં માટે કોઈ રાજ્ય તરફથી દરખાસ્ત આપવામાં આવી નથી. જો રાજ્યો આનાં માટે તૈયાર હોય તો કેન્દ્ર સરકાર પણ તેની ચર્ચા કરવાં તૈયાર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular