Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર એરફોર્સના કસ્ટોડિયલ ડેથ કેસમાં અધિકારીઓની સજા મોકૂફ

જામનગર એરફોર્સના કસ્ટોડિયલ ડેથ કેસમાં અધિકારીઓની સજા મોકૂફ

1995ના કેસમાં સીબીઆઇ કોર્ટે ત્રણ અધિકારીઓને આજીવન કેદની સજા ફટકારી હતી

- Advertisement -

જામનગર એરફોર્સ કેન્ટિનના સિવિલયન રસોઇયાનું વર્ષ 1995માં કસ્ટોડિયલ ડેથ થવાના કેસમાં હાઇકોર્ટે એરફોર્સના ત્રણ અધિકારીઓને રાહત આપી છે અને તેમને ફટકારયેલી આજીવન કેદની સજાને મોકૂફ (સસ્પેન્ડ) કરી દીધી છે. હાઇકોર્ટનું અવલોકન છે કે ટ્રાયલ કોર્ટનો હુકમ ભૂલભરેલો છે. પ્રાથમિક દ્રષ્ટિએ અરજદારોને રાહત આપવી યોગ્ય જણાય છે. જો કે, હાઇકોર્ટે એ પણ આદેશ કર્યો છે કે, ત્રણેય આરોપી અધિકારીઓએ દેશ છોડીને જવું નહીં ગત વર્ષે અમદાવાદ સીબીઆઇ કોર્ટે એરફોર્સના ત્રણ અધિકારીઓને આજીવન દેકની સજા ફટકારેલી, આ બનાવ સમયે, આઇએમએફ અનુપ સુદ વર્ષ 1995માં જામનગર એરફોર્સ સ્ટેશનમાં સ્કવોડ્રન લીડર અને સ્ટેશન સિકયુટિી ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા.

- Advertisement -

અનિલ કે. એન.એ. નિવૃત્ત સાર્જન્ટ છે અને મહેન્દ્રસિંહ શેરાવત એ વર્ષ 20રરમાં સાર્જન્ટ તરીકે ફરજ બજાવતા હતા. સીબીઆઇ કોર્ટનું અવલોકન હતું કે કાયદાનું પાલન કરનાર એજન્સીઓ દ્વારા કસ્ટોડિયલ ટોર્ચરની ઘટના એ સૌથી ખરાબ અને ગંભીર પ્રકારનો ગુનો છે. આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓ સત્યેન્દ્રનાથ ચક્રવર્તી, નિર્મલકુમાર મજમુદાર, રાજેશસિંહ કટારિયાને નિર્દોષ છોડેલા. નવેમ્બર-1995માં જામનગરમાં સ્થિત આઇએએફના કેન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ (સીએસડી)ની કેન્ટિનમાંથી દારૂની 94 બોટલોની ચોરી થયેલી જેમાં કેન્ટિનના રસોઇયા ગિરજા રાવત શંકાસ્પદ જણાયેલો જેથી એરફોર્સના ઉચ્ચ અધિકારીના હુકમ બાદ એરફોર્સના 12 જેટલા અધિકારીઓએ તેના ઘરની તપાસ કરેલી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular