Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરચેક રિટર્નના કેસમાં 6 માસની સજા

ચેક રિટર્નના કેસમાં 6 માસની સજા

જામનગરના મહેશ લીલાધર ચોવટીયાએ વાગડીયા ગામના હિતેશ રતિલાલ રૂપાપરાને સંબંધદાવે હાથ-ઉછીના દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. જે રકમની પરત ચૂકવણી માટે હિતેશ રૂપાપરા દ્વારા એક લાખ તથા પચાસ હજારના એમ કુલ બે ચેકો ધી નવાનગર કો. ઓપરેટીવ બેંક લિ.ના આપ્યા હતા. જે ચેકો મહેશભાઇએ પોતાના બેક ખાતામાં ભરતા નાણાના અભાવે ચેકો પરત ફર્યા હતા. જેથી મહેશભાઇએ પોતાના વકીલ મારફત સ્ટેચ્યુટરી નોટિસ આપી હતી. તેમ છતાં પણ ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા મહેશભાઇએ જામનગરની અદાલતમાં ધી નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબ કેસ દાખલ કર્યો હતો. જે કેસ જામનગર એડિશનલ ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ સી.કે. પીપલીયાની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી હિતેશ રતિલાલ રૂપાપરાને છ માસની સાદી કેદની સજા તથા દોઢ લાખ રૂપિયાનો દંડ જે દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવા હુકમ કર્યો છે તથા દંડની રકમ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ ભગીરથસિંહ એમ. ઝાલા તથા તેજસ ડી. વારિયા રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular