Wednesday, December 25, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં સેન્સેક્સ - નિફ્ટીનું ઐતિહાસિક સપાટીએ ટ્રેડિંગ…!!!

ભારતીય શેરબજારમાં સેન્સેક્સ – નિફ્ટીનું ઐતિહાસિક સપાટીએ ટ્રેડિંગ…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૯.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૮૮૫.૩૬ સામે ૬૦૧૫૮.૭૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૯૪૬.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૮૬.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૩.૧૧ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૦૪૮.૪૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૩૩.૧૦ સામે ૧૭૮૯૪.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૮૨૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૫.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૮૪૮.૮૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત તેજીએ થઈ હતી. વૈશ્વિક મોરચે અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા બે દિવસીય મીટિંગના અંતે સ્ટીમ્યુલસ ટેપરીંગ હાલ તુરત નહીં કરવાના અને મોનીટરી સ્ટીમ્યુલસ ચાલુ રાખવાનો સ્પષ્ટ સંકેત આપવામાં આવતાં અમેરિકી શેરબજારો પાછળ આજે વૈશ્વિક બજારોમાં એશીયા, યુરોપના બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં શેરોમાં સાર્વત્રિક તેજી જોવાઈ હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા શેરોમાં ઓલ રાઉન્ડ તોફાની તેજી કર્યા સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ મોટાપાયે શેરોમાં ખરીદી કરતાં બીએસઇ સેન્સેક્સે ૬૦૦૦૦ પોઈન્ટની મનોવૈજ્ઞાનિક સપાટી કુદવીને ૬૦૩૩૩ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૭૯૩૫ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી.

- Advertisement -

યુ.એસ. ફેડરલ રિઝર્વના પોઝિટીવ સંકેત સાથે ચાઈનાની મેગા રિયલ એસ્ટેટ જાયન્ટ એવરગ્રાન્ડેના સંકટમાંથી ઊગરવાના અને ચાઈનીઝ સેન્ટ્રલ બેંક દ્વારા સિસ્ટમમાં જંગી લિક્વિડિટી લાવવામાં આવતાં રિકવરીની અપેક્ષા – આશ્વાસને વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં પોઝિટીવ અસર જોવાઈ હતી. આ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતમાં મહત્વના કરાર – ડિલ્સ થવાની અપેક્ષા અને અમેરિકા સહિતના દેશોમાંથી ભારતમાં મોટાપાયે વિદેશી રોકાણ આકર્ષવામાં સફળતા મળવાની અપેક્ષાએ પણ ફંડોએ ભારતીય કંપનીઓમાં બિઝનેસ ગ્રોથ આગામી દિવસોમાં વધવાના અને શેરોનું રી-રેટીંગ થવાની અપેક્ષાએ ફંડોએ શેરોમાં આક્રમક તેજી કરી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ, રિયલ્ટી, ટેક, આઇટી, સીડીજીએસ, ઓટો અને ફાઈનાન્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૨૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૪૦ અને વધનારની સંખ્યા ૧૩૨૯ રહી હતી, ૧૫૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૮૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ ત્રીજી લહેરની ચિંતાને અવગણીને ભારતીય શેરબજારમાં ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં ધમાકેદાર ખરીદીના સથવારે સેન્સેક્સ, નિફટીમાં નવા ઈતિહાસ રચાયા છે. કોરોના સંક્રમણની બીજી લહેરમાંથી બહાર આવી દેશમાં આર્થિક – ઔદ્યોગિક પ્રવૃતિ વેગ પકડી રહી છે, ત્યારે વૈશ્વિક મોરચે યુરોપના દેશોમાં કોરોના સંક્રમણ ફરી વધવા લાગતાં યુ.કે., ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં લોકડાઉન ફરી લાગુ થવા લાગતાં વૈશ્વિક અર્થતંત્ર સાથે બજારો માટે ચિંતા ઊભી થઈ છે. આ સાથે મોંઘવારીનું પરિબળ રોજબરોજ જોખમી બની ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાની સાથે પેટ્રોલ, ડિઝલના સતત વધતાં વિક્રમી ભાવો અને અમેરિકી ડોલર સામે નબળો પડતો જતો ભારતીય રૂપિયો ભારતીય શેરબજારમાં સેન્ટીમેન્ટને આગામી દિવસોમાં ખરાબ કરી શકે છે.

સતત ખરીદી કર્યા બાદ ફંડો, ખેલાડીઓ સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ સાથે ઓવરબોટ પોઝિશન હળવી કરવામાં આવે તો આગામી દિવસોમાં શકય છે ફંડોની એક્ઝિટને પગલે કરેકશન જોવા મળી શકે છે, જેથી સાવચેતી જરૂરી બની રહેશે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકામાં બોન્ડ યીલ્ડ સાથે વૈશ્વિક બજારો પર નજર સાથે સ્થાનિક સ્તરે મોંઘવારીને કાબૂમાં લેવા માટે લેવાઈ રહેલા વિવિધ પગલાં પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૨૭.૦૯.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૪.૦૯.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૮૪૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૮૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૮૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૮૦૮ પોઈન્ટ થી ૧૭૭૭૦ પોઈન્ટ ૧૭૭૩૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૮૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૪.૦૯.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૭૮૧૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૮૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૮૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૭૭૩૭ પોઈન્ટ થી ૩૭૬૭૬ પોઈન્ટ, ૩૭૫૦૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૭૬૧ ) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૮૩ થી રૂ.૧૭૯૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૦૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • મુથૂત ફાઈનાન્સ ( ૧૫૦૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૮૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૨૩ થી રૂ.૧૫૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • એચસીએલ ટેકનોલોજી ( ૧૩૫૬ ) :- રૂ.૧૩૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૧૭ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૯૬૯ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૮૯ થી રૂ.૯૯૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૫૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ફાર્મા ( ૭૭૦ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૫૫ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૮૭ થી રૂ.૭૯૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • કોટક બેન્ક ( ૨૦૨૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૬૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૯૭ થી રૂ.૧૯૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૬૩૧ ) :- રૂ.૧૬૭૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૮૬ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૬૦૬ થી રૂ.૧૫૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૦૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૧૧૫૮ ) :- બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૯૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૩૩ થી રૂ.૧૧૧૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ભારત ફોર્જ ( ૭૪૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૮૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૩૩ થી રૂ.૭૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • કેડીલા હેલ્થકેર ( ૫૬૨ ) :- ૫૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૮૫ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૪૪ થી રૂ.૫૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular