સોમવારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ થનાર છે. જેને લઈ જામનગર સહિત સમગ્ર દેશમાં ધર્મમય માહોલ છવાયો છે. જામનગર શહેરમાં કલાતિત હોટલ ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને આકર્ષક શણગાર કરવામાં આવ્યો છે. જે રામ ભકતોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
જામનગર સહિત સમગ્ર દેશમાં રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીને લઇ ઉત્સાહ અને ઉમંગ છવાયો છે. જામનગરની હોટલ કલાતિત ખાતે કોઇપણ રાષ્ટ્રીય તહેવાર ઉત્સવ અને જનજાગૃત્તિના કાર્યક્રમોમાં કંઈકને કંઇક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. ત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને કલાતિત રેસ્ટોરન્ટના ધ્રુવ પરિવાર દ્વારા ભગવાન શ્રી રામના મંદિર સાથેનું વિશળા સેલ્ફી પોઇન્ટ તેમજ 36 ફુટની આકર્ષક રંગોળી પણ બનાવવામાં આવી છે. જે જામનગરના રામ ભકતોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.