Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVIDEO : શ્રાવણી લોકમેળામાં હસ્તકલાના વેચાણથી બે લાખથી વધુની આવક મેળવી બહેનો...

VIDEO : શ્રાવણી લોકમેળામાં હસ્તકલાના વેચાણથી બે લાખથી વધુની આવક મેળવી બહેનો આત્મનિર્ભર બની

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી લોકમેળામાં કમિશનર વિજય કુમાર ખરાડીની સુચના અનુસાર જામનગર મહાનગરપાલિકા અંતર્ગત ચાલતા યુસીડી વિભાગ ના સ્વ સહાય જૂથના બહેનો દ્વારા હાથ બનાવટની વિવિધ વસ્તુઓના 10 વેચાણ સ્ટોલ શ્રાવણી લોકમેળા દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યા હતા.

- Advertisement -

આ મેળામાં યુસીડી વિભાગ સંચાલિત સ્વસહાય જૂથના બહેનો દ્વારા આ સ્ટોલમાં હસ્તકલાની પર્સ , સાઈડ પર્સ, કટલેરીની વસ્તુઓ, સાડી, ડ્રેસ મટીરીયલ , ચિલ્ડ્રન વેર વિવિધ કોસ્મેટીક અને આયુર્વેદિક પ્રોડક્ટ જેવી વિવિધ હાથ બનાવટની વસ્તુઓનું શ્રાવણી પર્વ દરમિયાન જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળામાં વેચાણ કરવામાં આવ્યું હતું. આ વસ્તુઓના વિવિધ વેચાણ દરમિયાન 15 દિવસમાં સ્વસહાય ના જેમકે દેવાંશી, તેજસ્વી, સ્ટાર બાલાજી, રાધિકા, અમીધારા, શ્રમજીવી, આશાપુરા , રણછોડરાય અને પ્રકૃતિ વિવિધ સ્વસહાયના જૂથ દ્વારા હસ્તકલાની વસ્તુઓના વેચાણ અર્થે આ રૂા.2,02,000ની રોજગારી પ્રાપ્ત કરી બહેનો આત્મનિર્ભર બની છે.

- Advertisement -

આ સમગ્ર કામગીરીને સફળ બનાવવા જમ્યુકોના કમિશનર વિજય કુમાર ખરાડી, નાયબ કમિશનર ભાવેશભાઈ જાની, યુસીડી વિભાગના કંટ્રોલિંગ અધિકારી જીગ્નેશભાઈ નિર્મળ, પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ જોષીના માર્ગદર્શન મુજબના તમામ મેનેજરો સમાજ સંગઠકો એ જહેમત ઉઠાવી હતી. તેમજ આ વેચાણ સ્ટોલની કામગીરીમાં એસ્ટેટ વિભાગના કાર્યપાલક ઈજનેર મુકેશભાઈ વરણવા, નાયબ કાર્યપાલક ઇજનેર નિતીનભાઈ દીક્ષિત તથા એસ્ટેટ વિભાગની ટીમનો સહયોગ મળ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular