હાલ યુવતીઓ પરના હુમલાના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. તાજેતરમાં સુરતમાં જાહેર જગ્યાએ યુવતીનું ગળુ કાપી હત્યા કરી હતી. ત્યારે યુવતીઓને સેલ્ફ ડિફેન્સ આવડે અને સેલ્ફ ડિફેન્સની બેઝિક ટેકનિક આવડે તે ખૂબ જ જરૂરી છે. જેના અનુસંધાને જામનગર યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા સેલ્ફ ડિફેન્સની બેઝિક ટેકનિક માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઓનલાઇન રજિસ્ટ્રેશનના માધ્યમથી અંદાજે 150 થી વધુ બહેનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અને ટ્રેનિંગ મેળવેલ હતી.
આ સેલ્ફ ડિફેન્સ કેમ્પની ટ્રેનિંગ શિતોર્યું શિંબુ કાન કરાટે ક્લાસના પ્રતિનિધિ સરફરાઝભાઈ નોયડા, પ્રેરણા નાખવા, પૃથ્વીરાજસિંહ ચોહાણ દ્વારા આપવામાં આવી હતી.
આ કાર્યક્રમનું આયોજન યુવક કોંગ્રેસ જામનગરના પ્રમુખ ડો તોસિફખાન પઠાણ, યુવક કોંગ્રેસ ૭૮ વિધાનસભાના પ્રમુખ શક્તિસિંહ જેઠવા, NSUI જામનગરના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું….