Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર ડિસ્ટ્રીકટ જુનિયર ફૂટબોલ ટીમ માટે સિલેકશન પ્રક્રિયા

જામનગર ડિસ્ટ્રીકટ જુનિયર ફૂટબોલ ટીમ માટે સિલેકશન પ્રક્રિયા

જામનગર ડિસ્ટ્રીકટ જુનિયર ફૂટબોલ ટીમ તૈયાર કરવા માટે જામનગરમાં સિલેકશન પ્રક્રિયા યોજાનાર છે. આથી અન્ડર 14 એઇજ ગ્રુપના ખેલાડીઓ જોડાઇ શકશે.

- Advertisement -

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએશન દ્વારા અન્ડર 14 બોયઝ ફૂટબોલ ટુર્નામેન્ટ, થોડા દિવસોમાં યોજાવાની હોઈ, જામનગર જિલ્લાની પણ પોતાના સારા ખેલાડીઓની એક ટીમ ઉતારવામાં આવશે. અંડર 14 એઇજ ગ્રુપ હોય, માત્ર 2013-14 માં જ જન્મેલા ખેલાડીઓ આ ટ્રાયલમાં ભાગ લઇ શકશે. પસંદગી પામેલ ખેલાડીઓ જામનગર ડિસ્ટ્રિક્ટની ટીમ નું પ્રતિનિધિત્વ કરશે.

આ સિલેકશન માટે, હેન્નાહ ફૂટબોલ ક્લબ, સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ, જામનગરના ફૂટબોલ મેદાન ઉપર, તારીખ 13 ઓગસ્ટના સાંજે 6.00 વાગ્યે ખેલાડીઓએ હાજર રહેવું. અને સાથે જરૂરી ડોક્યુમેન્ટસ જેવા કે આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો, જન્મ તારીખનો દાખલો (ઓરિજિનલ) લાવવાના રહેશે.

- Advertisement -

એન્ટ્રી ફીસ 300₹ (નોન રિફન્ડેબલ) ચૂકવવાની રહેશે. અન્ય જરૂરી માહિતીઓ સ્થળ ઉપર જ આપવામાં આવશે. વધુ માહિતી માટે સિલેકશન કમિટીના સભ્યો કમલેશભાઈ ચાવડા 9898424040, જોસેફભાઈ ઝેવીયર 9033338338, દુષ્યંતસિંહજી ઝાલા 9898774455 નો સંપર્ક કરવા જામનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી આનંદ માડમની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular