જામનગર સબ કોચિંગ સેન્ટર ખાતે તાલીમ મેળવી રહેલ સાત મહિલા ખેલાડીની સૌરાષ્ટ્રની ટીમમાં સ્થાન મેળવી જામનગરનું ગૌરવ વધાર્યું છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સંચાલિત અંડર-19 ડોમેસ્ટીક વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ તા. 20 સપ્ટેમ્બર થી સુરત ખાતે રમાશે. જેમાં જામનગર ડિસ્ટ્રીક્ટ ટીમની સાત ખેલાડીઓ સૌરાષ્ટ્ર (SCA) ની ટીમમાં પસંદગી પામી છે. મહિલા ક્રિકેટ ટીમમાં સૌપ્રથમ વખત એક સાથે જામનગરની સાત ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જેમાં માહિનુંર ચૌહાણ, અનુષ્થા ગોસ્વામી, પ્રીતીકા ગોસ્વામી, શ્રુતિ જાડેજા, ખુશી ભીંડી, તહેસીન ચૌહાણ, રાબીયા સમાં નો સમાવેશ થાય છે. જે જામનગર વાસીઓ માટે ગૌરવની વાત છે.પસંદ થયેલ દરેક મહિલા ખેલાડી જામનગર સબ કોચિંગ સેન્ટર (SAG) ના સિનિયર કોચ સંદિપ ચૌહાણ પાસે તાલીમ લઇ રહી છે.