જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, ડે. કમિશનર બી. એન. જાનીની સૂચના અનુસાર એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જામનગર શહેરમાં અનઅધિકૃત રીતે ઘાસનું વેચાણ કરતા વિક્રેતાઓ પર દંડનીય કાર્યવાહી તેમજ ઘાસની જપ્તી કરવામાં આવેલ છે .
જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના અનુસાર શહેરમાં ગેરકાયદેસર રીતે અને ટ્રાફિકને અડચણરૂપ ઘાસચારાનું વેચાણ કરતા આસામીઓ પર કડક કાર્યવાહીની સૂચના ના અનુસંધાને એસ્ટેટ વિભાગના અધિકારી નીતિનભાઈ દીક્ષિતની રાહબરી હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર ઘાસચારાનું વિતરણ કરતા આસામીઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શહેરના મીગ કોલોની વિસ્તાર, સાધના કોલોની, આર્ય સમાજ રોડ, મારૂં કંસારાની વાડી, પંચવટી ગૌશાળા, ગીતામંદિર, ગોલ્ડન સિટી, ખોડીયાર કોલોની 80 ફૂટ રોડ ,ગુલાબ નગર મામાના મંદિર પાસે, ભીમવાસ, નાગેશ્ર્વર મંદિર, નદીનો પટ, હરિયા કોલેજ રોડ, દિગ્વિજય પ્લોટ 50 ના છેડે, ઉદ્યોગ નગર પોલીસ ચોકી પાસે, રણજીત નગર લેવા પટેલ સમાજ સહિતના વિસ્તારોમાંથી એસ્ટેટ વિભાગે બે દિવસ તા. 6/9/2022 અને તા.7/9/2022 દરમિયાન અંદાજિત 170 મણ ઘાસચારો જપ્ત કર્યો હતો, ઉપરાંત શહેરમાં છકડા રીક્ષા કે છોટા હાથીમાં ઘાસની ફેરી કરતા વિક્રેતાઓને પણ પકડી વાહનો સહિત ઘાસ જપ્ત કરવામાં આવ્યું હતું આ ઘાસના જથ્થાને જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બે મોકલવામાં આવ્યો હતો.
એસ્ટેટ તથા સોલીડ વેસ્ટ શાખા દ્વારા ઘાસ જપ્તીની તથા દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જેથી તમામ ઘાસ વેચવાવાળાઓ ને સૂચિત કરવામાં આવે છે કે કોઈ જગ્યાએ ઘાસ વેચવું નહીં તેમજ નાગરિકોને ઘાસ ન ખરીદી સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે જે લોકો ઘાસ વેચવાનું ચાલુ રાખશે તેઓ ઉપર પોલીસ ફરિયાદની પણ કાર્યવાહી કરવામાં આવશે તેમજ જે લોકો ઘાસ ખરીદી જાહેર જગ્યા ઉપર નાખશે તેમના ઉપર પણ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવશે, જેની તમામ લાગતા વળગતા ઘાસ વિતરકો એ નોંધ લેવી તેમ જામનગર મહાનગરપાલિકાની એક યાદીમાં જણાવ્યું છે.